fbpx
બોલિવૂડ

કેટરિના કૈફે વિકી કૌશલ સાથેનો ફોટો શેર કરી તુરંત ડિલિટ કરતા ચર્ચાએ જાેર પકડ્યું

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પાછલા ઘણા સમયથી તેમના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. જાે કે બંનેમાંથી કોઇએ અત્યાર સુધી રિલેશનને એક્સેપ્ટ નથી કર્યુ. આ ઉપરાંત બંનેએ નવુ વર્ષ પણ એકસાથે સેલિબ્રેટ કર્યુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. કેટરીના કૈફે પોતાની બહેનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, પરંતુ તે ફોટોમાં તેની બહેનની પાછળના ગ્લાસમાં વિક્કી કૌશલની એક ઝલક દેખાઇ ગઇ.
જ્યારે કેટરીનાને આ વિશે ખ્યાલ આવ્યો તો તેણે તરત જ આ તસવીર ડીલીટ કરી નાંખી હતી પરંતુ ત્યાં સુધીમાં આ તસવીર વાયરલ થઇ ચુકી હતી.
જણાવી દઇએ કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં વિક્કી કૌશલને જ્યારે કેટરીના કૈફ સાથે તેના રિલેશન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, હું મારી પર્સનલ લાઇફને સીક્રેટ રાખુ છુ તેથી હું કંઇ નહી કહુ.
વિક્કીએ કહ્યું હતુ, મારી પર્સનલ લાઇફ છે અને તેને હું બધાથી છુપાવીને રાખવા માગુ છુ. જાે તમે આ વિશે વાત કરશો તો તેનાથી વાતો ઉઠશે અને તે બરાબર નથી. હું મારી પર્સનલ લાઇફને લઇને થોડો એલર્ટ રહુ છું અને હું આ સમયે કોઇ બાબતે ખુલીને વાત કરવા નથી માગતો.

Follow Me:

Related Posts