બોલિવૂડ

કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વિડીયો વાઈરલ

સો.મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો છે. કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હોય છે. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે. એરપોર્ટ પર પિંક સલવાર-સૂટ તથા મેચિંગ દુપટ્ટામાં જાેવા મળેલી કેટરીના બહુ જ સંભાળીને ચાલતી હોય એમ લાગતું હતું. એક યુઝરે કહ્યું હતું, ‘ઓહ માય ગોડ, તે પ્રેગ્નન્ટ હોય એમ લાગે છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘જલદીથી મમ્મી બનશે.’ બીજા એક યુઝરે કહ્યું હતું, ‘પ્રેગ્નન્સીના શરૂઆતના સમયમાં મહિલામાં નબળાઈ આવી જાય છે, કેટરીના પણ આવી જ લાગે છે.’ તો એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘કેટરીના પ્રેગ્નન્ટ છે, એટલે તેણે ઇન્ડિયન આઉટફિટ પહેર્યાં છે.’ કેટરીના ‘ટાઇગર ૩’નું શૂટિંગ થોડા સમય પહેલાં જ પૂરું કર્યું હતું. હાલમાં તે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કેટરીનાની ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ માટે તૈયાર છે.કેટરીના કૈફે ગયા વર્ષે ૯ ડિસેમ્બરના રોજ વિકી કૌશલ સાથે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદ જ કેટરીના કૈફ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા થઈ રહી છે. હાલમાં જ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર પિંક સલવાર સૂટમાં જાેવા મળી હતી.

Related Posts