fbpx
ગુજરાત

કેટલીક ફ્લાઈટો ટર્મિનલ ટી-૨ પર ખસેડાશે

એરપોર્ટ પર હાલમાં રોજની ૧૯૦ જેટલી ફ્લાઈટોનું સંચાલન થઈ રહ્યું છે. જેમાંથી દિવસ દરમિયાન સંચાલિત ૭૫થી વધુ ફ્લાઈટોના સમય બદલી તેને સવારે કે સાંજે શિડ્યુલ કરાશે. પિકઅવર્સમાં ફ્લાઈટોની સંખ્યા વધી જશે આ સ્થિતિમાં લોકોને બેસવા સહિતની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે અમદાવાદથી ઓપરેટ થતી ગોએરની તેમજ સ્પાઈસ જેટની તમામ ફ્લાઈટો ટર્મિનલ ટી-૨ પર ખસેડવાનું આયોજન હાથ ધરાયું છે. જ્યારે નાની એરલાઈન્સની તમામ ફ્લાઈટો ટર્મિનલ ટી-૧થી જ ઓપરેટ થશે.

અમદાવાદ એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા જાન્યુઆરીથી રનવેનું રિકાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવતા એરપોર્ટ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે પિકઅવર્સમાં ડોમેસ્ટિક ટર્મિનલ પર ફ્લાઈટોની સાથે પેસેન્જરોની સંખ્યા વધતા ભીડ વધે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખી ડોમેસ્ટિક ટર્મિનલ ટી-૧થી કેટલીક ફ્લાઈટો ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨ પર ખસેડવાની વિચારણા હાથ ધરી છે.

Follow Me:

Related Posts