રાષ્ટ્રીય

કેનેડાના જંગલોમાં લાગેલી આગ વચ્ચે ફેસબુક પર જસ્ટિન ટ્રૂડો કેમ ગુસ્સે થયા?…

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તાજેતરમાં ફેસબુક સામે ગુસ્સે થયા છે. કેનેડાનો એક મોટો હિસ્સો હાલમાં જંગલમાં લાગેલી આગથી પરેશાન છે અને આ દેશને મોટું નુકસાન થયું છે. પરંતુ તેને લગતી માહિતી અને સમાચાર ફેસબુક પર ઉપલબ્ધ નથી, કેનેડાના વડા પ્રધાન આને લઈને ગુસ્સે છે અને કહ્યું છે કે ફેસબુકે પોતાનો અંગત નફો લોકોના જીવનથી ઉપર રાખ્યો છે. રોઈટર્સના સમાચાર મુજબ, ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ આ વર્ષે જાહેરાત કરી હતી કે તે કેનેડામાં તેના પ્લેટફોર્મ પર ન્યૂઝ કન્ટેન્ટ પ્રદાન કરશે નહીં, કારણ કે એક કાયદાને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ન્યૂઝ એજન્સીઓની કન્ટેન્ટ માટે ચૂકવણી કરવી પડશે. આ અંતર્ગત હવે જંગલોમાં લાગેલી આગને લગતા સમાચાર પણ ફેસબુક પર ઉપલબ્ધ નથી. કેનેડાના જંગલોમાં લાગેલી આગને કારણે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને એટલું જ નહીં આ આગ યલો નાઈફ જેવા શહેરો સુધી પણ પહોંચવા લાગી છે.

આ જ કારણ છે કે કેનેડામાં આગ હવે બેકાબૂ બની ગઈ છે અને આખો દેશ એક રીતે ઈમરજન્સીનો સામનો કરી રહ્યો છે. આ ઘટના વચ્ચે ફેસબુકના સ્ટેન્ડ પર જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ ફેસબુકે તેની કોર્પોરેટ પ્રોફાઈલ આગળ મૂકી છે, જ્યારે હજુ પણ લોકો સુધી માહિતી પહોંચાડવી મહત્વપૂર્ણ છે. કેનેડાની સરકારે આવા મુશ્કેલ સમયે ફેસબુકને તેના પ્રતિબંધને હટાવવા માટે વારંવાર અપીલ કરી છે. જેથી સમાચાર સંસ્થા દ્વારા જે સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે તે આ પ્લેટફોર્મ પર આવી શકે. પરંતુ ફેસબુક હજુ પણ પોતાના ર્નિણય પર અડગ છે અને આ નીતિમાં કોઈ ફેરફાર નહીં કરવા પર અડગ છે. માત્ર ફેસબુક જ નહીં પરંતુ ગૂગલે પણ કેનેડા સરકારના આ કાયદાનો વિરોધ કર્યો હતો અને તેની કેટલીક અસર અત્યારે દેખાઈ રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે શહેરોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એટલું જ નહીં મદદ માટે સેનાને મેદાનમાં ઉતારવામાં આવી છે. કેનેડાનો બ્રિટિશ કોલંબિયા વિસ્તાર આ જંગલી આગથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

Related Posts