fbpx
બોલિવૂડ

કેનેડા ટોરન્ટોમાં પોપ્યુલર રેપરના ૮૦૦ કરોડના ઘરમાં પણ પાણી ભરાયું

છેલ્લા કેટલાક દિવસોથી કેનેડાના ટોરેન્ટોમાં આવેલા વાવાઝોડાને કારણે ભારે વરસાદ થયો છે અને હાલમાં ત્યાંના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરમાં વિજળી પણ ગૂલ થઈ છે, લોકો ઘરની અંદર તેમજ બહાર પણ ફસાઇ ગયા છે. આવી જ હાલત પોપ્યુલર ઈન્ટરનેશનલ રેપર ડ્રેકની પણ છે, તેના અંદાજે ૮૦૦ કરોડના ઘરની અંદર પાણી ભરાયા છે. કેનેડિયન સિંગર રેપર ડ્રેક એ સિલેબ્રિટીસમાંથી એક છે. જેની પોપ્યુલારિટી દુનિયાભરમાં છે. રેપરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના કરોડોના ઘરમાં પણ પૂરનું પાણી ભરાયું છે. તમને જણાવી દઈએ કે, ડ્રેકનું આ ઘર ટોરેન્ટો કેનેડામાં આવેલું છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ પૂરના દર્શ્યો દેખાડ્યા છે. તેના ઘરની અંદર માટીવાળું પાણી ચારે બાજુ ફેલાય ચૂક્યું છે. તેમના ઘરની અંદરથી પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ ફાયદો જાેવા મળ્યો ન હતો.વિડીયોમાં કેપ્શન પણ લખ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડ્રેકે આ ઘર વર્ષ ૨૦૧૮માં ખરીદ્યું હતુ. તેમનું આ ઘર એવા વિસ્તારમાં છે. જેને કરોડપતિની લેન કહેવામાં આવે છે. તેમણે આ ઘર ખરીદ્યા બાદ રિનોવેશનમાં પણ ખુબ મોટો ખર્ચો કર્યો છે. તેની ડિઝાઈન પણ બદલી છે. તેમણે પોતાના આ ઘરનું નામ ધ એમ્બેસી રાખઅયું હતુ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં માત્ર ૩ કલાકમાં ૨૫ ટકા વરસાદ થયો છે. જે આખા જુલાઈ મહિનામાં પડે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં આવેલી નદી, ઝરણા બે કાંઠે વહી રહ્યા છે. મુશળધાર વરસાદના કારણે હાઈવે અને ઘરોને ખુબ મોટું નુકસાન થયું છે. હજારો લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા છે.

Follow Me:

Related Posts