કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાં સ્પીપેટના 55માં વ્યવાયીક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે આરોગ્ય મંત્રી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી જ્યાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાં સ્પીપેટના 55માં વ્યવાયીક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્યોગોને સપોર્ટ, રોજગારી, યુવાનોને કુશળતા મળશે, મનસુખ માંડવીયાએ તેને ગતિ શક્તિનું કેન્દ્ર માન્યું હતું.
પેટ્રો કેમિકલ અને ઉદ્યોગની જરૂરીયાત મુજબ મશીનરી, કુશળ માનવ બળ અહીં મળી રહેશે. જેમાં વિવિધ સ્કીલ મેનપાવર, તાલીમનો લાભ પણ આ કારણે મળી રહેશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભાવનગરની ટ્રેડિશન પ્લાસ્ટી ઈન્ડસ્ટ્રીને આ વ્યવસાયીક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ બાદ મળશે. આ સિવાય પેટ્રોકેમિકલ ઉદ્યોગને પણ તેનો લાભ થેશ. આગામી દિવસોમાં ભાવનગર પોર્ટ ખાતે પેટ્રો કેમિકલ્સ ઈન્ડસ્ટ્રી આવી રહી છે. આ ઈન્ડસ્ટ્રીને સ્કીલ મેન પાવરની આવશ્યકતા થશે. તેમ પણ મનસુખ માંડવીયાએ કહ્યું હતું આ સાથે ભાવનગરની અંદર પેટ્રો કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીના આવવા વિશે નવી જાહેરાતા પણ મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ભાવનગરમાં આ ઈન્ડસ્ટ્રી આવતાની સાથે જ નવી રોજગારી પણ મળશે, ગુજરાત ઈન્ડસ્ટ્રીનું દિવસેને દિવસે હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિવિધ પ્રકારના એમઓયુ પણ આ દિશામાં આગળ કરવામાં આવી રહ્યા છે.
Recent Comments