કેન્દ્રીય વકફ કાઉન્સીલના સભ્ય રઈસખાન પઠાણ ભાવનગર જિલ્લાની મુલાકાતે
કેન્દ્રીય વકફ કાઉન્સીલના સભ્યશ્રી અને પ્લાનિંગ અને ફાયનાન્સ કમિટિના ચેરમેનશ્રી રઇસખાન પઠાણ આજે ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેઓ ભાવનગરમાં સ્થિત વકફ બોર્ડની કેટલી મિલકતો છે અને કઇ હાલતમાં છે તેની સમીક્ષા કરવાં માટે ભાવનગરમાં પધાર્યાં છે.
તેમણે આજે ભાવનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારમાં લઘુમતીઓને જેટલો ન્યાય અને સાથ તથા સહકાર મળ્યો છે તેટલો અગાઉ ક્યારેય મળ્યો નથી.
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સહકારથી દરેક રાજ્યમાં વકફ બોર્ડની કચેરીઓ કાર્યરત થઇ છે અને આ કચેરીઓ દ્વારા જે-તે રાજ્યમાં વકફ બોર્ડની મિલકતો કેટલી છે. કેટલાં મદ્રેસાઓ છે. તેના પર કોઇ અનઅધિકૃત દબાણ છે કે નહીં? વગેરે અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશની સરકારે આ અંગે હકારાત્મક અભિગમ અપનાવીને આ અંગે એક મહિનામાં આ અંગેની વિગતો આપવાં ઓર્ડર કરી દીધો છે. ગુજરાત સરકાર પણ આ અંગે આદેશ કરે તે માટેની તેમણે અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે, મુસ્લીમ સમાજ હવે જાગૃત થઇ ગયો છે. કોઇની વાતોમાં તે આવી જાય તેમ નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સૌના સાથ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છે. આ સરકારે મુસ્લીમ સમાજને સૌથી વધુ ભાગીદારી આપી છે. અનેક સગવડો અને સુવિધાઓ તેમણે આપી દેશને એક નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે.
તેમણે ગુજરાત રાજ્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં બંને કોમ વચ્ચે ભાઇચારો વઘે, એકતા અને શાંતિ વધે તે માટે ગુજરાતમાં સારા પ્રયત્નો થયાં છે. આવો ભાઇચારાનો ભાવ સમગ્ર દેશમાં અન્યત્ર જોવાં મળ્યો નથી.
આ સાથે તેઓ ભાવનગરમાં વિવિધ વકફ બોર્ડની મિલકતો વિશેની જાણકારી મેળવવાં સાથે મુસ્લીમ સમાજના નાગરિકોને પણ મળવાના છે. તેમ તેમણે મીડિયા સાથેના વાર્તાલાપમાં વધુમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મહિનામાં રાજ્યમાં કેટલાં કાયદેસર/બિન કાયદેસર મદ્રેસાઓ છે તેની તપાસ કરવાના નિર્ણયને આવકારી સને- ૧૯૪૭ પહેલાંના ગૌચરની અઢળક જમીનો હતી. પરંતુ હાલમાં તેમાં દબાણ થઈ ગયેલ છે. જેવી રીતે વકફ બોર્ડમાં ન થાય તે માટે તેઓ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઇ રહ્યાં છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં મુસ્લીમ સમાજનાશ્રી સમીરભાઇ, અલ્તાફભાઇ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments