નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે સંસદની સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિએ ટિ્વટરના અધિકારીઓને ૧૮ જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રાખવા હાજર થવા કહ્યું છે.
આ અંગે સંસદ ભવન સાથે જાેડાયેલા એક સૂત્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. પેનલ નવા આઇટી કાયદા અને તાજેતરમાં જ થયેલી કેટલી ઘટનાઓ જેમાં મૈન્યુપ્લેટીવ મીડિયા વિવાદ અને દિલ્હી પોલીસ દ્ધારા ટિ્વટરના અધિકારીઓને નવી ગાઇડલાઇન્સને લઇને પૂછપરછને લઇને ચર્ચા કરશે.
અહેવાલ અનુસાર પેનલ અગાઉ ટિ્વટરના પક્ષને જાણશે બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓને નાગરિકોના અધિકારીઓને સુરક્ષિત રાખવા સોશિયલ મીડિયા અને ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગ સહિત ડિઝિટલ દુનિયામાં મહિલાની સુરક્ષા પર વિશેષ ધ્યાનના વિષય પર પુરાવા રજૂ કરવાની તક આપશે.
Recent Comments