ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાના મતવિસ્તારમાં મહેમદાવાદના અરેરી અને હરિપૂરા ગામે ૧.૫૦ કરોડના ખર્ચે ૨ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં એરેરી ગામે અરેરીથી ચરેડી થઈને દેવકી વણસોલને જાેડતો ૨.૫ કિમીનો રસ્તો અને હરીપુરા ખાતે ૧ કિમીના રસ્તાનો સમાવેશ થાય છે. વિશ્વાસથી વિકાસ અને અંત્યોદયથી સર્વોદયના વિકાસ મંત્રને વરેલી ગુજરાત સરકારે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, કૃષિ, કન્યા કેળવણી, રોજગાર સહિત વિકાસના તમામ આયામોમાં હરણફાળ પ્રગતિ કરી છે.
શિક્ષણમાં ગણવેશ, શિષ્યવૃત્તિ, આરોગ્ય, ઓનલાઈન શિક્ષણ સુવિધા અને કન્યા કેળવણી દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થયો છે. તો ૨૪ કલાક વીજળી, પાણી, નિયમિત સ્વચ્છતા, રોડ-રસ્તા, પેવર બ્લોક સહિતની અન્ય સુવિધાઓ અને વિકાસની સક્રિય યોજનાઓથી સમાજમાં વિધેયાત્મક પરિવર્તનો આવ્યા છે. આ પ્રસંગે ગ્રામ સરપંચો, સભ્યો, અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments