અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા વિદ્યાસભાના ડાયરેક્ટર હસમુખ પટેલે દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, ચેચ, કેરમ, રિલે દોડ વગેરે જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવસ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા.ડો. એમ.એમ.પટેલ, પ્રા.ભારતીબેન ફીણવીયા, પ્રા.ડો. પી.કે.ત્રિવેદી, પ્રા. વાય.એચ.ઠાકર, પ્રા.ડો. એ.જી.પટેલ, પ્રા. વાય.કે.ક્યાડા, પ્રા.જે.એમ.તલાવીયા, પ્રા.ડો. એ.કે.વાળા, પ્રા.ડો. જે.ડી.સાવલિયા, જતીનભાઈ પરીખ, વિશાખાબેન ત્રિવેદી ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહયા હતા. સ્પોર્ટ્સ ડે નું સફળ આયોજન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને સ્પોર્ટ્સ ઇન્ચાર્જ પ્રા.ડો. એમ.એમ.પટેલે કર્યું હતું અને સંચાલન પ્રા. જે.એમ.તલાવીયા કર્યું હતું તેમ આઈ.ક્યુ.એ.સી. કો ઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
કેમ્પસ ડાયરેકટર હસમુખ પટેલના માર્ગદશન નીચે કોમર્સ કોલેજ – અમરેલીમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

Recent Comments