fbpx
રાષ્ટ્રીય

કેરળમાં વધુ ૧૧ લોકોને નિપાહ વાઇરસના લક્ષણ જાેવા મળ્યા

રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે બધા જિલ્લા સત્તાવાળાઓને અત્યંત તકેદારી દાખવવાનું કહ્યું છે. એન્સિફેલિટિસથી અસરગ્રસ્તોને નિરીક્ષણ હેઠળ રાખવા કહ્યું છે. હેલ્થકેર વર્કરો, ફિલ્ડ વર્કરો, ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોના અન્ય સ્ટાફ તથા બીજાઓને પણ આ માટે ખાસ તાલીમ આપવામાં આવશે. નિપાહ વાઇરસ પ્રાણીઓથી માનવીમાં ફેલાય છે. તે ચામાચીડિયાથી પ્રાણીઓમાં અને તેમાથી માનવીઓમાં આવે છે. સામાન્ય રીતે તે ભૂંડ, કૂતરા, ઘોડા જેવા પ્રાણીઓને અસર કરે છે. જાે તે માનવીમાં ફેલાય તો તેના લીધે ગંભીર માંદગી આવે છે અને તેનાથી મોત પણ થઈ શકે છે.કેરળમાં નિપાહ વાઇરસના લીધે ૧૨ વર્ષના એક બાળકનું મોત થયાના દિવસ પછી બાળકની માતા સહિત બીજા ૧૧માં તેના લક્ષણ જાેવા મળ્યા છે. આ અગિયાર જણના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાથી આઠના રિઝલ્ટ તો સોમવારે રાત્રે આવી જાય તેમ મનાય છે. પશુપાલન ટીમે આ બાળક અને તેનું કુટુંબ રહેતું હતું તે ઘરની મુલાકાત લીધી હતી. તેમણે આ કુટુંબની માલિકીની બે બકરીના પણ સેમ્પલ લીધા હતા. તેમના આંગણમાં રહેલા બે વૃક્ષના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. નિપાહ વાઇરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને તેઓએ આ ઘરના આંગણામાં આવેલા વૃક્ષના ફળો ચામાચીડિયાએ ખાધા હોવાની સંભાવનાએ તેની ચકાસણી કરી છે અને તેના પણ સેમ્પલ લીધા છે. ટીમે તળાવના કિનારે ચામાચીડિયાઓની વસાહત પણ શોધી કાઢી છે. ભોપાલની એનઆઇવી ટીમ બુધવારે સેમ્પલ લેવા આવશે. રાજ્યનો આરોગ્ય વિભાગ આ કેસો પર ચાંપતી નજર રાખી રહ્યો છે. તે ચુસ્ત રીતે કોન્ટેક્ટ ટ્રેસિંગને અનુસરી રહ્યો છે. કુલ ૨૫૧ કોન્ટેક્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમાથી ૫૪ હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. આરોગ્ય વિભાગ મંગળવારથી હાઉસ-ટુ-હાઉસ સરવે શરુ કરશે, જેથી નિપાહ વાઇરસના લક્ષણ ધરાવનારો કોઈપણ વ્યક્તિ રહી ન જાય. અગાઉ કેરળ સરકારે નિપાહ મેનેજમેન્ટ પ્લાન જારી કર્યો હતો. ખાનગી અને સરકારી હોસ્પિટલોએ તે મુજબ તેના હેલ્થ પ્રોટોકોલનો પાલન કરવાનો હતો. જિલ્લા સત્તાવાળાઓ પોતે પણ અલગ નિપાહ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી શકે છે. તેમા સારવાર અને ડિસ્ચાર્જ માટેની ગાઇડલાઇન પણ પ્રકાશિત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts