કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કેટલાક સવાલોના જવાબ આપ્યા
શું ખાનગીમાં પોર્ન જાેવું એ અશ્લીલતા છે, ગુનો બને છે ? શું આવા કેસમાં સજા થઈ શકે ? કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આવા જ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. કેરળ હાઈકોર્ટે એક સપ્તાહ પહેલા એક વ્યક્તિ વિરુદ્ધ શરૂ કરાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતા કહ્યું કે, ખાનગીમાં પોર્ન વીડિયો જાેવો એ અશ્લીલતા હેઠળના ગુનાની શ્રેણીમાં આવતું નથી. તમને જણાવી દઈએ કે આરોપી વ્યક્તિને પોલીસે તેના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જાેવા બદલ ધરપકડ કરી હતી. કોર્ટે કહ્યું કે, જાે કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે ખાનગીમાં અશ્લીલ વીડિયો જુએ છે.
જાે તે કોઈને વીડિયો ના મોકલે અને જાહેરમાં આવા વીડિયો ના જુએ, તો તે કોઈપણ રીતે અશ્લીલતા માટે દોષિત રહેશે નહીં. કોર્ટે કહ્યું કે, મોબાઈલ પર આવી સામગ્રી જાેવી એ કોઈની અંગત પસંદગી હોઈ શકે છે અને કોર્ટ તેની ગોપનીયતામાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં. લાઈવ લૉના રિપોર્ટ અનુસાર, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અશ્લીલ વીડિયોને અન્ય લોકોને બતાવ્યા વિના ખાનગી રીતે જાેવો તે કોઈપણ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૨ હેઠળ અપરાધની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં સૌથી મહત્વના સવાલ મુજબ, જાે કોઈ વ્યક્તિ પોતાના ફ્રી ટાઈમમાં પોર્નને બીજાને બતાવ્યા વિના જુએ છે, તો શું તે ગુનાની શ્રેણીમાં આવે છે? કોર્ટે કહ્યું કે આવો મામલો તેમની અંગત પસંદગી હોઈ શકે છે.
આવી સ્થિતિમાં કોર્ટ તેને કોઈપણ રીતે દબાણ કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ દ્વારા ગોપનીયતામાં અશ્લીલ ફોટા અને વીડિયો જાેવો એ ૈંઁઝ્રની કલમ ૨૯૨ હેઠળ ગુનો નથી. જાે કોઈ વ્યક્તિ અશ્લીલ ફોટા અને વીડિયોનું પ્રસારણ અને અન્યોને વિતરણ કરે છે અથવા તેને સાર્વજનિક સ્થળે જુએ છે અથવા બતાવવાનો પ્રયાસ કરે છે, તો તેને ૈંઁઝ્રની કલમ ૨૯૨ હેઠળ ગુનો ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આપણા દેશમાં પુરુષ અને મહિલા વચ્ચે એકાંતમાં તેમની સંમતિથી શારીરિક સંબંધ બાંધવો એ ગુનો નથી. જાે કે, આ સમય દરમિયાન જસ્ટિસ કુન્હીક્રિષ્નને, માતા-પિતાને ચેતવણી આપતાં કહ્યું હતું કે દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન સોંપવામાં ઘણો ખતરો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે અશ્લીલ વીડિયો ઇન્ટરનેટની મદદથી મોબાઈલ ફોન પર સરળતાથી જાેઈ શકાય છે અને બાળકો તેને સરળતાથી જાેઈ શકે છે, જેના દૂરગામી પરિણામો આવી શકે છે.
Recent Comments