અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કેરીયા રોડ બાયપાસ ચોકડી પર થતા ગંભીર અને જાન લેવા અકસ્માતોને નિવારવા માટે સ્થળ પર આવેલ હોર્ડિંગ્સ, થાંભલાઓ, તેમજ નડતરરૂપ દબાણ હટાવી અને બરાબર વચ્ચે સર્કલ બનાવવામાં આવે તો છાશવારે થતા ગંભીર અકસ્માતો જેમાં અનેક યુવાનોના ભોગ લેવાઈ ચુકયા છે. તેને નિવારી શકાય એમ છે.
જેથી આમ આદમી પાર્ટી દ્વારા આર એન્ડ બી. માં કાર્યપાલક ઈજનેર સોલંકી ભાવેશભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ ભાર્ગવભાઈ મહેતા, તાલુકા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, ટ્રેઝરર દીપકભાઈ મહેતા, જયદીપ પાંચાણી, રતિભાઈ કાબરીયા, કિશોરભાઈ વસાણી સહિતનાં આગેવાનોએ રજુઆત કરી અને તાત્કાલિક ધોરણે અહીંયાવ્યવસ્થિત સર્કલ બનતા તેનું નિરાકરણ આવશે અને ત્યાંથી દરરોજ પસાર થતાં અનેક લોકોનાં જીવ બચી જશે એવી ધારદાર રજુઆત કરી હતી.
Recent Comments