fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૪ જુલાઈ થી ૧૦ જુલાઈ સુધી.

મેષ :- આપની રાશિમાં ચંદ્રનં ભ્રમણ વિચારોમાં સુંદરતા અને સાથે આક્રમકતા આપતા હોય, દરેક નિર્ણયો લેવામાં ખુબ જ સરળતા રહે. બુધ ત્રીજા સ્થાને ભાગ્યોદય કરાવનાર અને સાહસ કરાવનાર બને.
બહેનો :- દામ્પત્ય જીવનમાં આનંદદાયક પ્રયત્નો બને.

વૃષભ :- વ્યય ભુવનમાં બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકશો તો સારું રહેશે. વધારે પડતું નાણાકીય રોકાણ નુકશાની ન આપે એનું ધ્યાન રાખવું. બુધ બીજા સ્થાને પરિવારથી સારું રહે.
બહેનો :- મુસાફરી દરમ્યાન આરોગ્યની તકેદારી રાખવી.

મિથુન :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને મિત્રોથી ખુબ સારો લાભ કરાવનાર, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો એમાં સંબંધો વધુ મજબુત થાય, બુધ આપની રાશિમાં મહત્વના નિર્ણયો લેવડાવે.
બહેનો :- સંતાનોના શિક્ષણ સંબંધિત કાર્ય ને વેગ મળે.

કર્ક :- દશમાં સ્થાને ચંદ્રનું મંગળની રાશિમાં રહેતા પરિવર્તન યોગ થતો હોય, નાણાકીય સમસ્યાઓ દુર કરનાર, ધંધાકીય કાર્યમાં સફળતા અપાવનાર બને, બુધ વ્યય સ્થાને ઉદ્યોગ, ધંધામાં ખર્ચ વધારે.
બહેનો :- નોકરીયાત વર્ગને સારા લાભો મળે, પિતૃગૃહે જવાનું થાય.

સિંહ :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર પરદેશથી આપના માટે શુભ સંદેશ અને આયાત નીકાસ, રંગ, રસાયણ, કેમિકલનાં ધંધામાં ખુબ સારો ભાગ્યોદય આપે. સૂર્ય બુધ લાભ સ્થાને
બહેનો :- નાની મોટી શારીરિક પીડા રહે પ્રાંતિ ધીમે ધીમે સુધરે.

કન્યા :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મંગળ, શુક્રની સાથે રહેતા નવા સ્નેહ સંબંધો આપનાર, સ્ત્રી મિત્રો, જુના મિત્રોથી સારો લાભ આપનાર, નાણાકીય રીતે ખુબ જ સારી આવક અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધો વધારે.
બહેનો :- સંતાનોના કાર્ય અને શિક્ષણને લગતા કાર્ય થાય.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ઉપર મંગળ શુક્રની દ્રષ્ટિ સ્થાવર મિલકત, જમીન મકાન, ખેતીવાડીના કે બાગ બગીચાનાં કાર્ય થાય. જમીનના ધંધા કે કેમિકલ ઉદ્યોગના ધંધામાં સારી આવક ઉભી કરનાર બને.
બહેનો :- માતા પિતાનાં ઘરે પ્રસંગોનું સુખ માની શકો.

વૃશ્ચિક :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપને ધાર્મીક કાર્ય, સામાજિક અને જન સમુદાયનાં કાર્યમાં વ્યસ્ત રખાવનાર, માન, કીર્તિ અને યશ અપાવનાર, દેવ દર્શન, તીર્થ યાત્રા અને પરદેશને લગતા કાર્ય પૂર્ણ કરાવનાર બને.
બહેનો :- ધાર્મિક વૃતીમાં વધારો અને ઈશ્વરીય કાર્યની પ્રેરણા મળે.

ધન :- બીજા સ્થાનમાં ચંદ્ર આવક વૃદ્ધિનાં તમામ પ્રયત્નો સફળતા સુધી લઇ જનાર અને નવી દિશા તરફ લઇ જનાર બને. વાણીનો ઉપયોગ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરશો તો ખુબ સારો લાભ મળી શકે.
બહેનો :- પારિવારિક જીવનમાં આનંદ પ્રમોદનું વાતાવરણ બને.

મકર :- આપની રાશિમાં આવી રહેલ ચંદ્રનું ભ્રમણ, શનિ મહારજ સાથે રહેતા દામ્પત્ય જીવન અને ભાગીદારીના દરેક પ્રશ્નોમાં મનને શાંત રાખી અને નિર્ણયો લેશો તો એનો લાભ ભવિષ્યમાં સારો મળી શકે.
બહેનો :- શંકા કુશંકાઓથી દુર રહી દરેક નિર્ણયો કરવા.

કુંભ :- વ્યય ભુવનમાં ચંદ્ર નાણાકીય આવક મધ્યમ રખાવનાર અને ન ધાર્યા હોય તેવા આકસ્મિક ખર્ચ આપનાર, પરિવાર કે અન્ય સ્વજનો માટે ખર્ચ કરાવનાર, વાહન સંબધિત પરેશાની આપી શકે.
બહેનો :- નાણા અને સ્વાસ્થ્ય બંને સાચવવા જરૂરી બને.

મીન :- લાભ સ્થાનમાં ચંદ્ર શનિ ની યુતિ આપની જૂની ઉઘરાણી પરત લાવવામાં મદદ કરે, અચાનક જુના મિત્રોને મળવાનો આનંદ અને નવા મિત્રોની ઓળખાણ લાભ કરતા બને, સમય ખુબ સારો રહે.
બહેનો :- સખી સહેલી, સંતાનોથી પ્રસંનતામાં વધારો થાય.

વાસ્તુ :- ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં દ્રશ્યો બેડ રૂમની પૂર્વ દિશામાં લગાડવાથી દામ્પત્ય જીવનમાં પ્રેમમાં વધારો થાય છે, પ્રસન્નતા વધે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts