fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૬-૦૨-૨૦૨૩ થી તા ૦૪-૦૩-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ રહેતા મનને થોડી શાંતીનો અનુભવ કરાવનાર. દાંપત્ય જીવન ભાગીદારીમાં સારું રહે. લગ્ન ઈચ્છુકો માટે નવી વાતચીત આગળ વધે. બુધનું લાભ સ્થાને આગમન સ્થાવર મિલકતના કાર્યમાં સારો લાભ આપે.
બહેનો :- મનને બને ત્યાં સુધી શાંત રાખવું. ઉદ્વેગ ઘટાડવા પ્રયત્નો કરવા.

વૃષભ :- વ્યયભૂવનમાં ચંદ્ર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ – વિદ્યુત ને લગતા કાર્યમાં ખર્ચમાં વધારો થાય. મુસાફરીના યોગો ઊભા થાય. આરોગ્ય બાબત થોડી સાવધાની રાખવી. બુધનું દશમે ભ્રમણ નોકરીયાત વર્ગ – ઉદ્યોગમાં પ્રગતિ આપે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ ઉપર લગામ રાખવી. ખર્ચમાં વધારો થાય.

મિથુન :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા આકસ્મિક નાણાની પ્રાપ્તિ થઈ શકે. જૂના રોકાયેલા કે ફસાયેલા નાણાં પરત મેળવવા પ્રયત્નો સફળ થાય. બુધનું વ્યયભૂવનમાં આગમન ધાર્મિક આયોજન માટેની સુંદર વ્યવસ્થા થાય.
બહેનો :- સંતાનોના અધૂરા કાર્ય પૂરા કરવામાં સ્નેહીજનો ઉપયોગી બને.

કર્ક :- દશમાં ભુવનમાં ચંદ્ર બાંધકામ , જમીન-મકાનના વ્યવસાયમાં સારી રીતે આર્થિક ઉપાર્જન શક્ય બને. નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર આપે. બુધનું આઠમે ભ્રમણ રહેતા કોઈના સાક્ષી કે વીવાદમાં દૂર રહેવું હિતાવહ રહે.
બહેનો :- પિતૃપક્ષે સુંદર કાર્યના શુભ સમાચાર આનંદીત કરે.

સિંહ :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર જલમાર્ગ, આયાત-નિકાસ કે દૂર દેશમાં રહેતા સ્વજનો ભાગ્યોદયમાં મદદ રૂપ થાય. ધાર્મિક સંગઠનોમાં ભાગીદારી થાય. બુધ સાતમા સ્થાને પત્ની કે ભાગીદારો સાથે બુધ્ધહી પુરવકના નિર્ણયો આપે.
બહેનો :- તીર્થયાત્રા, દેવદર્શન કે ધાર્મિક પ્રવૃતિ કરી શકો.

કન્યા :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મંગળની રાશીમાં રહેતા વાણીમાં ખુબ જ નામરતા અને વિવેક રાખવો. આવકની દ્રષ્ટિ એ ખૂબ જ સારું રહેતા નાણાકીય તકલીફ દૂર થાય. બુધનું સૂર્ય સાથે છઠથે ભ્રમણ કોર્ટ કચેરીમાં વિજય અપાવે.
બહેનો :- બિનજરૂરી માથાકુટ કે બીજાની વાતું થી દૂર રહેવું.

તુલા:- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ નવી ભાગીદારી માટેનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થાય. ચંદ્ર-રાહુની યુતિ થતી હોય દરેક નિર્ણયો સમજી વિચારીને લેવા પડે. બુધનું પાંચમા સ્થાને ભ્રમણ શિક્ષણ જગત સાથે ના સબંધો મજબૂત બનાવે.
બહેનો :- મનની મનોકામના પૂર્ણ થાય. સ્થિરતા રાખવી પડે.

વૃશ્ચિક :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર વાતાવરણની અસર આરોગ્ય ઉપર જોવા મળી શકે. ખાસ કરીને શરદી-ઉધરસ જેવે બીમારીનો સામનો કરવાની તૈયારી રાખવી. મોસાળપક્ષના કાર્ય થાય. સૂર્ય-બુધનું ચોથા સ્થાનમાં ભ્રમણ દ્સ્તાવેજ, સ્થાવર મિલકતના કામ થાય.
બહેનો :- જૂના રોગોમાથી નિવૃત થવાનો માર્ગ મળે. મુસાફરી થાય.

ધન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણની સાથે જૂના મિત્રોના કામ માટે સમય આપવો પડે. શેર-સત્તા બજારમાં સમજી વિચારી ને રોકાણ કરવું. સૂર્ય-બુધની યુતિ ત્રીજા સ્થાનમાં અચાનક પરદેશથી ભાગ્યોદયની તક લાવનાર બને.
બહેનો :- સખી, સહેલી કે મિત્ર સબંધીઓની મુલાકાત આનંદ આપે.

મકર :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ખેતીવાડી, જમીન, બાગ-બગીચાના કાર્ય પૂરા થાય. નવી વસ્તુ ખરીદીની વિચારતા હોય તો યોજના સાકાર કરી શકો. સૂર્ય-બુધ બીજા સ્થાને રહેતા પારિવારીક જીવનમાં સમજણ પૂર્વકના કાર્ય કરવા.
બહેનો :- ભૌતિક સુખ-સગવડોમાં વધારો થાય. માતૃસુખ મેળવી શકો.

કુંભ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા વડીલ ભાઈ-બહેન દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થતાં સાહસ કરવાનું નવું બળ પ્રાપ્ત થાય. ધાર્યા કામમાં આગળ વધી શકો. સૂર્ય-બુધ આપની રાશીમાં નિર્ણયો લેવાનું આસાન બનાવે.
બહેનો :- તમારી અંદર રહેલી આંતરિક ઉર્જા પ્રગટ કરવાની તક મળે.

મીન :- બિજા સ્થાનમાં ચંદ્ર મંગળની રાશીમાં રહેતા નાણાકીય સંકટ હળવું થાય. પરિવારજનો સાથે નાના-મોટા પીકનિક પ્રવાસનું આયોજન કરવામાં સફળ રહો. સૂર્ય-બુધનું વ્યયભૂવનમાં આગમન દરેક રીતે ખર્ચમાં વધારો કારવે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન વધારવાની તક આવે. કિર્તી મળે.

વાસ્તુ:- ઘરની અંદર રહેલી નેગેટીવ ઉર્જાને દૂર કરવા માટે દરરોજ સાંજના સમયે ઘી-ગૂગળ-કપૂર અને સુખદ નો ધૂપ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રગટ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/