ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૨ ઓગષ્ટ થી ૨૮ ઓગષ્ટ સુધી

મેષ :- સપ્તાહના પ્રારંભમાં દશમાં સ્થાનમાંથી લાભ સ્થાનમાં ચંદ્ર ધંધા, રોજગાર ક્ષેત્રમાં ખુબ જ લાભ આપે, લોખંડ, ખનીજ, હાર્ડવેર, વાહનનાં ધંધામાં સારું રહે, બુધ છઠે સ્વગ્રહી થતા કોર્ટ કચેરીના કાર્ય, લેખનકાર્ય પૂર્ણ થાય.
બહેનો :- જુના મિત્રો, સખી સહેલીઓને મળવાનું થાય.

વૃષભ :- દશમાં સ્થાને આવી રહેલ ચંદ્ર આપના અધિકારી વર્ગ સાથેના સંબંધો મજબુત કરે, નોકરીયાત વર્ગ માટે સારા પ્રમોશનના ચાન્સ વધી શકે, બુધનું પાંચમે સ્થાને સ્વગ્રહી આગમન અનેક પ્રકારના લાભ આપે.
બહેનો :- પિતૃપક્ષે સારા પ્રસંગોમાં જવાનું થાય, વડીલોને મળવાનું થાય.

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું આગમન ધર્મકાર્યમાં પ્રવૃત રખાવનાર બને, નવી દિશા તરફ આગળ વધવાનું સાહસ પ્રાપ્ત થાય. સમાજસેવાનો પણ લાભ મળે, બુધ ચોથા સ્થાને નાનાં મોટા સુખના સાધનો વધારે.
બહેનો :- ધર્મકાર્ય, યાત્રા, દેવદર્શન, પૂજા પાથનો આનંદ મળે.

કર્ક :- આઠમા સ્થાને શનિની રાશિમાં ચંદ્રનં ભ્રમણ આવતું હોય ખાસ લોખંડની વસ્તુ અને વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી, પાણીવાળી જગ્યાએ સાવધાની જરૂરી બને, બુધ ત્રીજે સાહસ પરાક્રમ વધારનાર બને.
બહેનો :- વાણી ઉપર સંયમ રાખશો તો સારું રહે.

સિંહ :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ભાગીદારી માટે સમજણ પૂર્વકનાં નિર્ણયો લેવા, મગજ ઉપર ભાર આવવા ન દેવો, સૂર્ય ચંદ્રની પ્રતિયુતિ લગ્ન ઇચ્છુકો માટેની મનોકામના પુરતી કરનાર બને, બુધ બીજે ધન લાભ આપે.
બહેનો :- મનની મનોકામના પૂર્ણ થતા આનંદ વધે.

કન્યા :- છઠ્ઠા સ્થાનમાં સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર થોડી નાની મોટી શરીર પીડા કે આરોગ્યની તકલીફ આપનાર બને, પરંતુ પ્રવાસ, મુસાફરીનાં કાર્ય પુરા થાય, બુધ આપની રાશિમાં સ્વગ્રહી થતા અનેક લાભ રહે.
બહેનો :- જુના રોગોમાંથી મુક્ત થવાનો રસ્તો મળતા રાહત થાય.

તુલા:- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોને મદદરૂપ થવા માટે સમય આપવો પડે, જુના મિત્રોની અચાનક મુલાકાત આનંદમાં વધારો કરે, બુધનું વ્યય ભુવનમાં આગમન, નિર્ણયો લેવામાં શાંતિ રાખવી જરૂરી.
બહેનો :- સખી સહેલીઓના પ્રસંગોનો લાભ પ્રસન્ન રાખે.

વૃશ્ચિક :- ચોથા સ્થાનમાં ચંદ્ર ખેતીવાડી, બાગ, બગીચા, જમીન, ખનીજ અને વાહનના વ્યવસાયમાં ખુબ જ સારો સમય આપે, સુખના સાધનો વધારી શકો, બુધ લાભ સ્થાને અચાનક ધન લાભની તક રહે.
બહેનો :- માતાપિતાને મળવાનું થાય, મોસાળ પક્ષે જવાનું થાય.

ધન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ અને પરાક્રમમાં વધારો કરનાર, પરદેશ થી કે દુર રહેલા સ્વજનોની શુભ સંદેશ લાવનાર અને ભાઈ બહેન તરફથી પ્રેમ વધારે, બુધ દશમાં સ્થાને ધંધાકીય પ્રવૃતિઓ તેજ બનાવે.
બહેનો :- ધર્મકાર્ય અને ભાઈ ભાંડુ માટે સમય આપી શકો.

મકર :- બીજા સ્થાનમાં જઈ રહેલ ચંદ્ર પરિવારજનો સાથે હરવા ફરવાનો આનંદ વધારે, પરંતુ આપની વાણી અને વર્તન સારા રહે એ જરૂરી બને, બુધનું ભાગ્ય સ્થાને આગમન દૈવી કાર્ય કરાવનાર બને.
બહેનો :- પરિવારમાં તમારી વાણીનો પ્રભાવ અને સન્માન વધે.

કુંભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ મનની ચિંતાઓ હળવી રાખવાની અને દામ્પત્ય જીવન કે ભાગીદારીમાં સમજણ પૂર્વકનું વર્તન રાખવાની સલાહ આપે છે, બુધ આઠમે અગત્યના નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું.
બહેનો :- વિચારોની સ્થિરતા મેળવવી જરૂરી બને.

મીન :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ અચાનક મુસાફરી કે પ્રવાસનું આયોજન થાય, કારણ વગરની દોડાદોડીનો થાક લાગે, આવક જાવકનું પલડું સમાન રહે, બુધ સાતમાં સ્થાને તમારી બુદ્ધિ તેજ નિર્ણયો લેવડાવે.
બહેનો :- કારણ વગરનો ખર્ચ કરશો તો પસ્તાવું પડશે.

વાસ્તુ :- શ્રાવણ માસમાં ભગવાન શિવને જળ, દૂધ, બીલીપત્ર અને કાળાતલનો, સાકરવાળું ગાયનું દૂધ અર્પણ કરવાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Related Posts