fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-03-07-2022 થી તા-09-07-2022 સુધીનું રાશીફળ.

મેષ :- સપ્તાહના પ્રારંભમાં પાચમાં ભુવનમાં ચંદ્રનું આગમન તમારા શિક્ષણ સાથેના સબંધો મજબૂત બનાવનાર, સંતાનો તરફથી તમારા દરેક કાર્યમાં વેગ પ્રાપ્ત કરાવનાર-મિત્રોથી લાભ રહે.
બહેનો :- અધૂરા શિક્ષણની ઈચ્છા પૂરી કરવામાં સફળ રહો.

વૃષભ :- ચોથા ભુવનમાં ચંદ્ર સ્થાવર મિલકત સબંધિત કાર્યમાં સાથે ખેતીવાડી-બાગ-બગીચા કે અન્ય જમીનને લગતા કે વડીલોપાર્જિત મિલકતને લગતા કાર્ય કરાવે, સુખમાં વધારો થાય.
બહેનો :- મોસાળપક્ષ તરફથી શુભ સંદેશ મળે.

મિથુન :- ત્રીજા ભુવનમાં ચંદ્ર સાહસ અને પરાક્રમમાં વધારો કરનાર અને ભાગ્યોદય માટેની નવી તક લાવનાર , ધાર્મિક યાત્રા-પ્રવાસ કરાવનાર,સામાજિક કાર્ય માટે તત્પર રહેવાનુ બને, સારા કાર્ય થાય.
બહેનો :- અગાઉના સંકલ્પ પૂરા થાય, ધર્મકાર્ય પૂરા કરી શકો.

કર્ક :- બીજા સ્થાનમા ચંદ્રનું આગમન આવકવૃદ્ધિ માટે ખૂબ સારો સમય રહે, પરિવારજનો સાથે આનંદની ક્ષણો વિતાવી શકો, વાણીમાં વિનય દ્વારા દરેકના હદય સુધી પહોચવાનો રસ્તો મળે.
બહેનો :- પ્રવાસ-પર્યટન અને પિકનિકનો આનંદ મળે.

સિંહ :- આપની રાશિમાં ચંદ્ર માનસિક રીતે મજબૂત બનાવનાર, દરેક નિર્ણયો લેવામાં સરળતા આપે, દાંપત્યજીવન અને ભાગીદારીમાં સારું રહેશે, આવક સબંધિતકાર્ય અને ધંધાકીય કાર્ય થાય.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે સારા સમાચાર આવે.

કન્યા :- વ્યય ભુવનમાં ચ્ંદ્રનું ભ્રમણ આવક-જાવકનો હિસાબ બરાબર રાખે પરંતુ સપ્તાહના પ્રારંભમાં પિતૃવર્ગ-વડીલવર્ગ માટે ખર્ચ વધી શકે, સપ્તાહના મધ્યમાં આપને સારી માનસિક સમતુલા મળે.
બહેનો :- ખર્ચ કરવામાં તમારું બજેટ ન ખોરવાય તે જોવું.

તુલા:- લાભસ્થાનમા સૂર્યની રાશિમાં ચંદ્રનું ભ્રમણ પીઢ વ્યક્તિઓથી પૂરેપૂરો લાભ કે સહકાર પ્રાપ્ત થાય, જૂના ફસાયેલા કે રોકાયેલા નાણાં પરત આવે, જૂની મિલકતનું કાર્ય સફળ થાય.
બહેનો :- આપના અંગત સખી-સહેલી-મિત્રોની મદદ કાર્યસિદ્ધિ આપે.

વૃશ્ચિક : દશમાં ભુવનમાં ચંદ્રનું આગમન નોકરિયાત વર્ગ-સંસ્થાકિય કે સરકારી ક્ષેત્ર-રાજકારણ-મેડિકલ લાઇન સાથે જોડાયેલ વ્યક્તિ માટે પ્રગતિદાયક સમય રહે,વેપાર-ધંધામાં નવી દિશા મળે,
બહેનો :- સ્વજનોના પ્રસંગો સાચવવામાં આનંદ વધે.

ધન :- ભાગ્યસ્થાનમા સપ્તાહના પ્રારંભમાં ચંદ્રનું આગમન ખુબજ સારા ભાગ્યોદયની તક આપે, પરદેશને લગતું અટકેલું કાર્ય પૂર્ણ કરાવનાર, સપ્તાહના મધ્યમાં સારી આવક અને કાર્ય કરાવે.
બહેનો :- ભાગ્યની દેવીની કૃપા વરસતી હોય તેવી અનુભૂતિ થાય.

મકર :- આઠમા સ્થાને ચંદ્ર રહેતા તમારી વાણી ઉપર પૂર્ણ સંયમ અને બને ત્યાં સુધી મૌન રહેવાનો પ્રયાસ કરશો, તો તમારા માટે સારું રહેશે, આવક નું પ્રમાણ બરાબર જળવાઈ રહેશે.
બહેનો :- મન ઉપર ચિંતાના વાદળો દૂર થાય તેવા પ્રયાસો કરવા.

કુંભ :- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન-ભાગીદારી અને ધંધાકીય રીતે સારો સમય આપે પરંતુ તમારી સરળતા અને સમાધાનકારી વલણ વધુ સારા લાભ આપનાર બની શકે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં અગત્યના નિર્ણયો આપે.

મીન:- છઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સૂર્યની રાશિમાં રહેતા રોગ અને શત્રુઓ ઉપર વિજય મેળવવામાં સફળ થશો, હિતશત્રુઓની ચાલ અને હથિયાર હેઠા પડતાં હોય તેવું સ્પષ્ટ દેખાય.
બહેનો :- જૂના રોગોમાથી મુકત થવાનો અવસર મળે.

વાસ્તુ:- જન્મકુંડળીમાં ચંદ્ર નબળો પડે ત્યારે નિર્ણયો લેવામાં અને માનસિક સ્થિતિમાં ઘણા પ્રશ્નો ઊભા થાય ત્યારે ચંદ્રનું મોતી ચાંદીમાં ફિટ કરી જાપ-પૂજા કરાવી કાયમ ધારણ કરવું, શિવ ઉપાસના વધારવી.

Follow Me:

Related Posts