કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૨૭-૧૧-૨૦૨૨ થી તા ૦૩-૧૨-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- ભાગ્યભુવનમાં ચંદ્રનું સાંજ સુધી ભ્રમણ ધર્મને લગતા સમાજસેવાના અને ઉદ્યોગ-ધંધાનાં કાર્યમાં વ્યસ્ત રાખે. સપ્તાહના મધ્યમાં આવક સારી રહે. બુધ ભાગ્યસ્થાને આવતા દૈવી કાર્ય કરવાની પ્રેરણા મળે.
બહેનો :- ધર્મયાત્રા – સામાજિક અને પરદેશના કાર્યને વેગ મળે.
વૃષભ :- આઠમા સ્થાનમાં હજી સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ વડીલ વર્ગ સાથે કોઇ વાદ વિવાદ ન કરવો. સપ્તાહના મધ્યમાં ભાગ્યોદય માટેની તક આવે. બુધ આથમે આવતા તમારા પારિવારિક પ્રશ્નોનો હાલ આપે.
બહેનો :- દરેક કાર્યમાં સાવધાની અને સમજદારી જરૂરી બને.
મિથુન :- સાતમાં સ્થાનમાં ગુરૂની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વર્તમાન ભ્રમણ આપને લગ્નજીવન અને ભાગીદારીમા મહદ અંશે લાભકર્તા સમય આપે છે. સપ્તાહના મધ્યમાં થોડું સંભાળવું. બુધ રાશિનો સ્વામી સાતામે ઘણા બધા ફાયદાઓ આપનાર બનશે.
બહેનો :- લગ્નઇચ્છુંકો માટે શુભ માંગલ્યની ઈચ્છપુર્તી થાય.
કર્ક :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આપના આરોગ્ય માટે સારૂ બળ પુરૂ પાડે છતાં શરદી-સળેખમ-ઉધરસ કે વાયરલ બીમારીમાં સાચવવું પડે. બુધનું છઠ્ઠે ભ્રમણ કોર્ટ-કચેરી-કાયદાકીય કાર્ય પુરા થઇ શકે.
બહેનો :- આરોગ્યની તકેદારી રાખી દરેક કાર્યમાં જોડાવું.
સિંહ :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર સંતાનોનાં દરેક કાર્ય તમારી સહાયતાથી પૂર્ણ કરાવ્યાનો આનંદ મળે. સપ્તાહના મધ્યમાં થોડી શારીરિક ક્ષમતા નાબળી પડી શકે. બુધ શિક્ષણ જગતથી અચાનક લાભ મળે.
બહેનો :- તામારા દરેક કાર્ય મિત્રો, સખી-સહેલીઓનો સહકાર મળે.
કન્યા :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડોમાં વધારો કરનાર અને સ્થાવર-જંગમ મિલકતના કાર્ય પુરા કરાવનાર બને. બુધનું ચોથા સ્થાને આગમન તમારા માટે શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં સફળ બનાવે.
બહેનો :- માતૃપક્ષ કે મોસાળથી પ્રસંગોનું આયોજન થાય.
તુલા:- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય પરંતુ દરેક સબંધોનું મહત્વ સમજી આગળ વધશો તો સારૂ રહેશે. બુધ ત્રીજે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની થાય.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફ તમારી લાગણીનો પ્રવાહ વધતો જણાય.
વૃશ્ચિક :- બીજા સ્થાનમાં સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ નાના-મોટા પિકનિક, પ્રવાસ કે પારિવારિક કાર્યમાં ગૂંથાયેલા રાખે. આવક વધતા આનંદ થાય. બુધનું બીજે ભ્ર્રમણ આવતા નાણાકીય ચિંતા હળવી બને.
બહેનો :- પરિવારમાં તમારું માન-સન્માન વધારવાનો ચાન્સ મળે.
ધન :- આપની રાશિમાં સવા બે દિવસ ચંદ્રનું ભ્રમણ આજે સાંજે પૂર્ણ થતું હોય આપને મનની પ્રસન્નતા-ચિત્તનો આનંદ અને વ્યવહારમાં કુશળતા વધારે. બુધનું આપની રાશિમાં આગમન ભાગીદારી , લગ્નજીવનમાં તટસ્થ નિર્ણયો આપે.
બહેનો :- આપની રાશિમાં ચંદ્ર પ્રસન્ન દામ્પત્ય જીવનનો અનુભવ કારાવે.
મકર :- વ્યયભુવનનો ચંદ્ર બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકવા અનુરોધ કરે છે. મુસાફરી માટે અચાનક આયોજન થાય. સપ્તાહના મધ્યમાં સારું રહેશે. બુધ પણ અહી ખર્ચ વધારનાર બનતો હોય થોડું સાચવવું.
બહેનો :- કારણ વગરની મુસાફરી ટાળવી. આરોગ્ય માટે જરૂરી બને.
કુંભ :- લાભ સ્થાન અને વ્યયભુવન વચ્ચે ચંદ્રનું ભ્રમણ આ સપ્તાહમાં ઘણા બધા લાભ પણ આપે. સામે ખર્ચમાં વધારો પણ કરાવે. બુધ લાભ સ્થાને જુના મિત્રો સાથે ઓચિંતા મુલાકાતનો અવસર આપે.
બહેનો :- નવી દિશા તરફ પ્રયાણ કરવામાં અંતરાયો દુર થાય.
મીન :- દશમાં કર્મભુવનમાં ચંદ્ર રહેતા આર્થિક પ્રશ્નોનું ખુબ જ સારું સોલ્યુશન મળે. ધંધાકીય રીતે આવક વધારી શકો. સપ્તાહના મધ્યમાં સારી ઓળખાણ થાય. બુધ પણ કર્મભુવનમાં આવતા ઉદ્યોગ-ધંધામાં સારી કમાણી આપી શકે.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધાના વ્યવસાયમાં તેજીનો માહોલ ઉભો કરી શકો.
વાસ્તુ:- મંગળદોષનાં નિવારણ માટે ગાયને પોતાના હાથથી ગોળ અને રોટલી ખવડાવવા. મંગળવારનું વ્રત કરવું. ગણપતિની આરાધના કરવી.
Recent Comments