fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૫-૧૨-૨૦૨૨ થી તા ૩૧-૧૨-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્ર કર્મસ્થાનમાં રહેતા નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો જાળવવા જરૂરી બને. બુધનું નવમા અને દશમાં સ્થાન વચ્ચે ભ્રમણ આર્થિક ભાગ્યોદય આપે. શુક્ર રાજયોગ જેવા સુખ વધારનાર બને.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે સ્થાન પરીવર્તનના યોગ બને.

વૃષભ :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે ઉત્તમ તક લાવનાર. દૂરદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય. બુધ વક્રી બની આઠમે આવતો હોય નિર્ણયો લેવામાં સંભાળવું. શુકરનું ભાગયસ્થાનમા ભ્રમણ દેવીકાર્યમાં પ્રવૃત રખાવે.
બહેનો :- ધાર્મિક કાર્યમાં પ્રવૃત રહેવાનુ થાય. ભ્જ્ઞની દેવીની કૃપા વરસે.

મિથુન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શનિની રાશીમાં રહેતા વાદ-વીવાદથી દૂર રહેવું. કોઈના જામીન કે સાક્ષી થવાંમાં પણ ધ્યાન રાખવું. બુધનું સાતમે વક્ર્ગતીથી ભ્રમણ અગત્યના નિર્ણયો લેવડાવે. શુક્ર આઠમે સ્ત્રી વર્ગના પ્રશ્ન આવે.
બહેનો :- મનની એકાગ્રતા સ્થીર રાખવા પ્રયત્ન કરવો. પ્રવાસ થાય.

કર્ક :- સાતમા ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ભાગીદારો સાથે કે દાંપત્ય જીવનમાં થોડું સંભાળવું પડે. અહી ચંદ્ર-શનીની યુતી થતી હોય ધ્યાન રાખવું પડે. શુક્રનું સાતમે આગમન તમારા માટે સારૂ રહે. લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ સમય રહે.
બહેનો :- સુંદર વિચારો અને સુંદર સમયનો આનંદ લઈ શકો.

સિંહ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને મુસાફરી, મોસાળપક્ષ કે કોર્ટ કચેરીના કામમાં વ્યસ્ત રખાવે. આરોગ્ય બાબત તકેદારી રાખવી. બુધ-શુક્રનું ભ્રમણ છઠ્ઠે આવતું હોય ગુપ્ત રોગોમાં પણ સાવધાની રાખવી જરૂરી બને.
બહેનો :- જૂના રોગો કે સ્ત્રી રોગોમાં રાહત મળવાથી શાંતી રહે.

કન્યા :- પાંચમા સ્થાનમાં ચંદ્ર સંતાનોના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મળે. મિત્રોથી સારો સહયોગ પ્રાપ્ત થાય. આર્થિક બાબતે યોગ્ય રહે. બુધ-શુકર્નું પાંચમે ભ્રમણ નવા-નવા સ્નેહ સબંધોમાં ઉમેરો કરાવે.
બહેનો :- સખી-સહેલી, મિત્રો વર્તુલથી ખૂબ સારૂ રહે. શિક્ષણક્ષેત્રથી લાભ.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સુખાકારી વધારનાર. લોખંડ, ખનીજ, ખેતીવાડી કે જમીનના ધંધામાં સારી પ્રગતી કરાવનાર. બુધ-શુક્રનું પણ ચોથા સ્થાનમાં ભ્રમણ પ્રગતિ માટેના તમામ રસ્તાઓ ખુલ્લા રહે.
બહેનો :- તમારી આંતરમનની ઈચ્છાઓની પુર્તી થાય.

વૃશ્ચિક :- ત્રિજા સ્થાનમાં ચંદ્ર રહેતા સહોદર ભાઈ-ભાંડુનો સહકાર મળે. તમારી અંદર રહેલી સાહસ વૃતીને પ્રોત્સાહીત કરી શકો. બુધ અને શુક્રનું ભ્રમણ તમારા માટે પરદેશથી સારા સમાચાર આપનાર બને.
બહેનો :- ધાર્મિક કાર્ય અને અધૂરી માનતાઓ પૂર્ણ થાય.

ધન :- બિજા સ્થાનમાં ચંદ્ર નાણાકીય રીતે ઘણા બધા સંઘર્ષો પછી સારી સ્થિતીનું નિર્માણ કરે. પરિવારજનોનો પૂરતો સહયોગ મળે. પ્રવાસ,મુસાફરી, પર્યટનનો આનંદ રહે. બુધ શુક્ર ધંધાકીય ક્ષેત્રે સારી સ્થિતી આપે.
બહેનો :- પરિવારમાં તમારું યોગ્ય સન્માન અને કીર્તીમાં વધારો થાય.

મકર :- આપની રાશીમાં આલનું ચંદ્રનું ભ્રમણ ચાલતું હોય વિચારોની ગડમથલ હજી ચાલુ જ રહે પરંતુ બુધ-શુક્રનું આગમન થતાં ઘણા સમયથી અણઉકેલ પામેલા પ્રશ્નોનું યોગ્ય નિવારણ પ્રાપ્ત થતાં શાંતી મળે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં સ્થિરતા જોવા મળે.

કુંભ :- વ્યયભુવનમાં હજી ચંદ્રનું ભ્રમણ રહેતા ખનીજ, વાહન કે અન્ય જૂની વસ્તુઓ પાછળ ખર્ચ વધે. નાણાકીય બેલેન્સ જાળવવું. થોડું અધૂરૂ થાય. બુધ-શુક્રનું બારમે આગમન. સ્ત્રી સંતાન પાછળ પણ ખર્ચ કરાવે.
બહેનો :- બિનજરૂરી પ્રવાસ-મુસાફરી ખર્ચ ટાળવા.

મીન :- લાભ સ્થાને ચંદ્ર તમારા માટે અનેક પ્રકારના લાભ આપે. જૂના મિત્રોથી મુલાકાત થાય. જૂના સબંધોને ફરી નવા તાજા કરવાનો અવસર મળે. બુધ-શુક્ર સ્ત્રી, મિત્રો, સંતાનો તરફથી પૂર્ણ સંતોષ મળી રહે.
બહેનો :- સ્નેહીજનોના કાર્ય કરવાનો અનેરો આનંદ મળે.

વાસ્તુ:- શનિ પીડાની નિવૃતી માટે શનિવારે દશરથ કૃત શનિ સ્ત્રોત હનુમાન ચાલીશા, બજરંગબાણના પાઠ અને પીપળાના મૂળમાં તેલનો દીવો કરવાથી શનિ પીડા ઓછી થાય. ગરીબોને ભોજન કરાવવું.

Follow Me:

Related Posts