કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૦૧-૦૧-૨૦૨૩ થી તા ૦૭-૦૧-૨૦૨૩ સુધીનું રાશીફળ.
મેષ :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ મનને શાંતી આપનાર. ધર્મકાર્યમાં સફળતા આપે. સપ્તાહના મધ્યમાં આર્થિક લાભ અને પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર પ્રદાન થાય.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે સારી વાત, દાંપત્ય જીવનમાં સારું રહે.
વૃષભ :- વ્યયભુવનનો ચંદ્ર આપના માટે ખર્ચમાં વધારો કરાવનાર. પરિવાર સાથે મુસાફરી આપનાર. આરોગ્ય બાબત ખૂબ જ સાવધાની રાખવી જરૂરી બને. સપ્તાહના મધ્યમાં માનસીક શાંતીનો અનુભવ થાય.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કે પ્રવાસ ટાળવા પ્રયત્ન કરવો.
મિથુન :- લાભ સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલકત કે અન્ય જમીન-મકાનના વેચાણમાં લાભ થાય. જૂના મિત્રોથી સારા સમાચાર પ્રાપ્ત થાય. સપ્તાહની મધ્યમાં ખર્ચનું પ્રમાણ એકા એક વધતું હોય એવું લાગે.
બહેનો :- સ્નેહી-સ્વજનોથી મુલાકાત થાય. આનંદ રહે.
કર્ક :- દશમાં ભુવનમાં ચંદ્રનું ભ્રમણ કર્મક્ષેત્ર, વ્યવસાય અને ઉદ્યોગ ધંધામાં સારી આવક આપે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીથી સબંધો મજબૂત કરી શકાય. સપ્તાહના મધ્યમાં લાભકર્તા સમય રહે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગોચિત્ત જવાનું થાય. ગૃહ ઉપયોગી કાર્ય થાય.
સિંહ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે એક નવી દીશા તરફ આગળ વધારનાર બને. ભાગ્યની દેવીની કૃપા ઊતરતી જણાય. સ્પ્તાહના મધ્યભાગમાં વ્યવસાય ક્ષેત્રે સારી કામગીરી થાય.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું થાય. ધર્મકાર્ય થાય.
કન્યા :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા સતત માનસિક ભારનો અનુભવ થયા કરે. પરિવારમાં નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. સપ્તાહના મધ્યમાં તમારા અગાઉના સંકલ્પોની પુર્તી થાય.
બહેનો :- દરેક કાર્યમાં ધીરજ ને એકાગ્રતા રાખવી.
તુલા:- સાતમા સ્થાને મંગળની રાશીમાં ચંદ્ર રહેતા દરેક નિર્ણયો લેવામાં શાંતી અને સમજદારી રાખવી જેથી કાર્યમાં સિધ્ધી મળે. સપ્તાહના મધ્યભાગમાં થોડું સંભાળવું જરૂરી બનશે.
બહેનો :- યોગ્ય પાત્રની પસંદગી કરવાનો મોકો મળે. લગ્નજીવનમાં સારું રહે.
વૃશ્ચિક :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા આરોગ્ય બાબત કાળજી લેવી. છુપા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો. મોસાળ પક્ષના કાર્યમાં સહભાગી થવાનું થાય. સપ્તાહના મધ્યમાં ભાગીદારીમાં સારું રહે.
બહેનો :- જૂના રોગોમાથી રાહત મળતા શાંતી થાય.
ધન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના અભ્યાસ બાબત સારા નિર્ણયો લઈ શકો. ઉચ્ચ અભ્યાસ માટેની તમન્ના પૂરી થતી જણાય. નવા-નવા મિત્રોનો પરિચય નવી ઓળખાણમાં વધારો કરે.
બહેનો :- સંતાનો તરફથી પૂર્ણ પ્રેમ મળે. સખી-સહેલીથી લાભ રહે.
મકર :- ચોથા સ્થાન ચંદ્રનું ભ્રમણ સ્થાવર મિલકત, વાહન, ખેતીવાડી કે અન્ય બાગ-બગીચાને લગતા કાર્ય થાય. દસ્તાવેજ કે બાનાખત માટે સારા સમયની રાહ જોવી. સ્પ્તાહના મધ્યમાં મિત્રોનો સાથ મળે.
બહેનો :- માતા-પિતા કે સરકારી ક્ષેત્રથી લાભ થાય. સુખમાં વધારો થાય.
કુંભ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સાહસ વૃધ્ધી – સ્વબળે આગળ વધવાની ક્ષમતા વધે. સામાજીક પ્રવૃતી, સેવાકીય કાર્યમાં જોડાવાનું થાય. સ્પ્તાહના મધ્યમાં આંતરિક સુખ-શાંતીમાં વધારો થાય.
બહેનો :- અધૂરી માનતાઓ પૂરી થાય. દરેક નિર્ણયો સ્વબળે લઈ શકો.
મીન :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવાર સાથે નાના-મોટા પીકનીક પ્રવાસનું આયોજન થાય. નાણાકિય રીતે સમય સારો રહેતા એ બાબત શાંતી રહે. સપ્તાહના મધ્યમાં ધાર્મિક કાર્યમાં જોડાવાનું બની શકે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન વધે. પીકનીકનો આનંદ રહે.
વાસ્તુ:- રાહુની પીડામાથી નિવૃત થવા માટે દર બુધવારે શિવ મંદિરે દુધમાં કાળા તલ નાખી અભિષેક કરવો. બુધવારનું વ્રત કરવું. કાળા કૂતરાને રોટલી ખવડાવવી.
Recent Comments