ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૩ જુન થી ૧૯ જુન સુધી.
મેષ :- આપની રાશિથી ચોથા સ્થાનમાં આવી રહેલ ચંદ્ર સપ્તાહના પ્રારંભમાં ખેતીવાડી, બાગ બગીચા કે જમીનને લગતા કાર્ય થાય. ધંધાકીય આવક સારી રીતે મેળવી શકો. સૂર્યનું ત્રીજા સ્થાને આગમન પરદેશથી સારો લાભ આપે.
બહેનો :- માતૃપક્ષે કે મોસાળ પક્ષે જવાનું થાય.
વૃષભ :- બીજા સ્થાનમાંથી ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેના તમારા પ્રયત્નો સફળતા સુધી લઇ જવામાં મદદ રૂપ થાય. ધર્મકાર્યની અધુરી ઈચ્છાઓ ઈશ્વરકૃપાથી પૂર્ણ કરી શકો. સૂર્ય બીજે પરિવારમાં યશ આપે.
બહેનો :- ભાઈ ભાંડુને મળવાનો પુરતો આનંદ લઇ શકો.
મિથુન :- બપોર સુધી હજી આપની રાશિમાં રહેલ ચંદ્ર મનને શીતળતા આપનાર નિર્ણય શક્તિ મજબુત બનાવનાર બને. પરિવાર અને આવકમાં પણ સારું રહે. સૂર્યનું આપની રાશિમાં આગમન મજબુત આત્મબળ અને નિર્ણયો આપે.
બહેનો :- જીવનના અગત્યના નિર્ણયો લેવામાં સફળતા રહે.
કર્ક :- આપની રાશિમાં આવી રહેલ સ્વગ્રહી ચંદ્ર સારા વિચારો કે પ્રધાનતા આપે. દામ્પત્ય જીવનમાં પ્રેમ હુંફ અને સમાધાનકારી વૃત્તિઓ આપે. ભાગીદારીનાં ધંધામાં પણ સારું રહે. સૂર્ય બારમાં સ્થાને વડીલો માટે ખર્ચ વધારી શકે.
બહેનો :- ચંદ્રની શીતળતા અને શાંતિનો અનુભવ થાય.
સિંહ :- બારમાં વ્યય ભુવનમાં આવી રહેલ ચંદ્ર આવક અને જાવકનું બેલેન્સ જાળવવું પડે. નાની મોટી મુસાફરી, પ્રવાસ કરવામાં ખર્ચ આવે. એ સિવાય પરિવારથી સારું રહે. સૂર્ય લાભ સ્થાને ખુબ સારા લાભ આપે.
બહેનો :- મુસાફરી કે અન્ય બાબતમાં ખર્ચ ઉપર કાબુ રાખવો.
કન્યા :- લાભસ્થાનમાં ચંદ્ર સ્ત્રી મિત્રો, વડીલ સ્ત્રીઓ કે પત્નીથી આર્થિક ધન લાભ, એ સિવાય પાણી, સફેદ વસ્તુ કે ખેતીવાડી થી પણ સારો લાભ પ્રાપ્ત થાય. સૂર્ય દશામાં સ્થાને આવતા પીતૃવર્ગનો સુંદર સહકાર મળે.
બહેનો :- જૂની સહેલીઓને મળવાનો અનેરો આંનંદ રહે.
તુલા:- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ ધંધામાં કે નોકરીયાત વર્ગ માટે ખુબ જ સારા કાર્ય થાય. માતા પિતા તરફથી યોગ્ય દિશા મળે. સૂર્ય નારાયણ યોગ્ય ભુવનમાં ભાગ્યોદય માટેની મહેનત સફળ થાય.
બહેનો :- ગૃહ ઉપયોગી કાર્ય અને ધંધામાં સારો લાભ મળે.
વૃશ્ચિક :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ તમારી અધુરી આકાંક્ષાઓને પૂરી કરવામાં તમારા ભાઈ ભાંડુનો સાથ અને બળ પ્રાપ્ત થતા પુરા જુસ્સાથી કાર્ય થાય. સૂર્ય નારાયણ આઠમા સ્થાને વારસી પ્રશ્નોનું નિવારણ લાવે.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસ કરવાનો અવસર મળે.
ધન :- આઠમા સ્થાને રહેલ ચંદ્ર પત્નિનાં પક્ષે આવતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવામાં તમને સફળતા મળશે. પરંતુ બિનજરૂરી વિવાદથી દુર રહેવું. સૂર્ય સાતમે નવી ભાગીદારી નાં પ્રયત્નો સફળ કરાવી શકે.
બહેનો :- પાણીવાળી જગ્યાએ સાવધાની પૂર્વક રહેવું, સંભાળવું પડે.
મકર :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નાપની માનસિક શાંતિ વધારવામાં ખુબ જ ઉપયોગી પરિણામ આપશે. પત્ની તરફથી પણ દરેક કાર્યમાં સાથ મળે, સૂર્ય છઠા સ્થાને છુપા શત્રુઓ ઉપર વિજય થાય.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારી અને ગમતી વાત આવે.
કુંભ :- છઠા સ્થાનમાં ચંદ્રનં ભ્રમણ રોગ, શત્રુ સ્થાનમાં રહેતા, જૂની બીમારીઓ, શરદી કે અન્ય બીમારીમાં રાહત થાય. કોર્ટ કચેરીના કાર્ય પુરા કરી શકો. સૂર્ય પાંચમે જુના મિત્રો વડીલોથી લાભ રહે.
બહેનો :- સ્ત્રી રોગોમાં રાહત થતા મનને શાંતિ મળે.
મીન :- પાંચમાં સ્થાને આવી રહેલ ચંદ્ર સંતાનોનાં કાર્ય, સ્ત્રી મિત્રોના કાર્યમાં અને શિક્ષણ કાર્ય કે શિક્ષણને લગતી બાબતોમાં ઓતપ્રોત રખાવે. સમય ખુબ સારો રહે. સૂર્ય ચોથા સ્થાને ભૌતિક સુખ અને સ્થાવર મિલ્કત અપાવે.
બહેનો :- સંતાનોની પ્રગતી આપને આનંદ અપાવનાર બને.
વાસ્તુ :- જન્મકુંડળીમાં રાહુની પીડા કે કાલસર્પ યોગ કે પાંચમે રાહુ પિતૃદોષ હોય તો રાફડા ઉપર સાત દિવસ ગાયનું સાકર નાખેલ ઠંડુ દૂધ રેડવું.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments