તા ૦૫-૦૩-૨૦૨૩ થી તા ૧૧-૦૩-૨૦૨૩ સુધીનું રાશીફળ.
મેષ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ખેતીવાડી, બાગ-બગીચા કે અન્ય ભૌતિક સુખમાં વધારો કરનાર. માતૃપક્ષ તરફથી ખૂબ સારા કાર્ય કરાવનાર અને સ્પ્તાહના પ્રારંભથી મધ્ય સુધી દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરાવનાર બને. ધંધામાં સારું રહે.
બહેનો :- પ્રસંગોચિત્ત પીયર પક્ષે જવાનું થાય. ભૌતિક સુખ વધે.
વૃષભ :- ત્રિજા સ્થાનમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ રહેતા સાહસ પરાક્રમમાં વૃધ્ધી થાય. ભાઈ-ભાંડુ અને સહોદરનું સુખ વધે. સાહસ કરવામાં આંતરીક બળ પ્રેરણાદાયક રહે. સપ્તાહના મધ્યમાં સુખ-સગવડો વધારવાની ઈચ્છા પૂરી થતી જણાય.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવાનું બને.
મિથુન :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા પરિવારજનો સાથે ખૂબ જ આનંદથી તમારો સમય વ્યતીત થાય. નદી, તળાવ, સમુદ્ર કે પાણી વાળી જગ્યાએ હરવા ફરવાનો સવિશેષ આનંદ રહે. સપ્તાહના મધ્યમાં તમારું ધાર્યું કાર્ય હાવમાં લઈ શકો.
બહેનો :- પરિવારજનો સાથે તમારી ઘનિષ્ઠતા અને સન્માન વધે.
કર્ક :- આપની રાશીમાં સ્વગૃહી ચંદ્રનું ભ્રમણ રાત્રી સુધી રહેતા મનની શીતળતા અને પ્રફુલલીતતા માં વધારો કરનાર. પત્ની સાથે અને ભાગીદારો સાથે સુંદર વર્તન આપનાર અને સપ્તાહના મધ્યભાગમાં સારી આવક આપનાર સમય રહે.
બહેનો :- લગ્ન ઈચ્છુકો અને પરણીતો બંને માટે શ્રેષ્ઠ સમય રહે.
સિંહ :- સાંજ સુધી વ્યયભૂવનમાં ચંદ્ર હરવા-ફરવા માટે આરોગ્ય કે પરિવારજનો માટે ખર્ચ વધારનાર રહે. કારણ વગરની મુસાફરીના યોગ ઊભા થાય. સપ્તાહના પ્રારંભથી મધ્ય સુધી તન-મન થી પ્રફુલ્લીત રહેવાનો અવસર મળે. નિર્ણય શક્તિ આવે.
બહેનો :- મુસાફરી દરમ્યાન દરેક બાબતમાં સાવચેતી રાખવી જરૂરી બનશે.
કન્યા :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના આર્થિક લાભ આપનાર બને. આપ પ્રવાહી વસ્તુ, જલતત્વની વસ્તુના વ્યવસાયમાં હશો તો સારો લાભ મળી શકે. સપ્તાહના પ્રારંભથી મધ્ય સુધીમાં અચાનક કોઈ ખર્ચનો પ્રસંગ આવી શકે.
બહેનો :- સખી-સહેલી કે સંતાન તરફથી લાભદાયક સમાચાર મળે.
તુલા:- દશમાં સ્થાનનો ચંદ્ર આર્થિક રીતે ઘણા બધા ફાયદાઓ આપનાર હોય ખાસ માતૃપક્ષ તરફથી પણ ધંધાકીય ક્ષેત્રમાં મદદ મળે. સપ્તાહના પ્રારંભથી મધ્ય સુધીનો સમય મિત્રો, સ્નેહીજનોથી લાભકર્તા બનતો હોય આગળ વધી શકો.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં કે નોકરીયાત વર્ગને લાભ સારો રહે.
વૃશ્ચિક :- ભાગ્યભુવનમાં સ્વગૃહી ચંદ્ર દૂર દેશથી તમારા માટે ભાગ્યોદયની ઉત્તમ તક લાવે તો નવાઈ નહી. ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહેવાનુ બને. આપ કોઈ નવી યોજના વિચારતા હોવ તો સપ્તાહના મધ્ય ભાગ સુધીમાં સાકાર કરવાનું બળ પ્રાપ્ત થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ કે ધર્મ કાર્યનું આયોજન સાકાર થાય.
ધન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર નિયંત્રણ અને મીઠાસ રાખવાનું સુમન કરે છે. આવકમાં વધારો થાય. પરિવારજનો થી સારૂ રહે. સપ્તાહના પ્રારંભ થી મધ્યભાગ સુધીમાં એકાદ નાના-મોટા ધર્મ કાર્ય કે સામાજીક કાર્યમાં ભાગ લઈ શકો.
બહેનો :- ધીરજ પૂર્વકના દરેક કાર્ય તમારા માટે શ્રેષ્ઠ રહે. કુટુંબ થી સારૂ રહે.
મકર :- દાંપત્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપણે એક નવી શીતળતાનો અનુભવ કરાવે. શાંતચિત્તે કરેલા દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. સ્પ્તાહના પ્રારંભથી મધ્ય સુધી ખૂબ જ શાંત રહેવાનો પ્રયત્ન કરશો તો સારૂ રહેશે.
બહેનો :- નવા-નવા વિચારોને અમલમાં મૂકવાની તક મળે.
કુંભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત કોઈ ફરીયાદ હોય તો તેમાં ધીમે-ધીમે સુધારો આવતો જણાય. બિનજરૂરી દોડધામ નો ત્યાગ કરવો. સપ્તાહના પ્રારંભ થી મધ્યભાગ સુધી દરેક વાત તમારી સફળ થતી હોય એવો અનુભવ થાય.
બહેનો :- મોસાળપક્ષથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂ રહે.
મીન :- પાંચમા સ્થાનમાં ચંદ્ર સ્વગૃહી થતાં સંતાનો બાબત ખૂબ જ સારા સમાચાર મળે. અધૂરા રહેલા શિક્ષણને પૂર્ણ કરવાની અને અત્યાર સુધી લીધેલા શિક્ષણ ઉપયોગ કરી શકો. સપ્તાહના મધ્યભાગ સુધી માં એકાદ મુસાફરી કરવી પડે.
બહેનો :- શિક્ષણ ક્ષેત્રથી લાભની તક આવે. જૂના સબંધો ફરી મજબૂત થાય.
વાસ્તુ:- દરરોજ સવારે તુલશી ક્યારે રહેલા ભગવાન શાલીગ્રામને જળ ચડાવવાથી શારિરીક, માનસિક અને આર્થિક ફાયદાઓ પ્રાપ્ત થાય છે.
Recent Comments