કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા.૦૭-૦૫–૨૦૨૩ થી તા.૧૩-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ
મેષ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવું જરૂરી બને, દરેક કાર્યમાં ધીરજની કસોટી જોવા મળે, પારિવારિક વિવાદ ટાળવો, મંગળનું ચોથા સ્થાનમાં ભ્રમણ સ્થાવર મિલકતના કાર્ય વિલંબથી પુરા થાય. બહેનો :- માનસિક રીતે રીતે એકાગ્રતા અને શાંતિ રાખવી જરૂરી બને.
વૃષભ :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવનમાં થોડા વિચારભેદ ઉભા કરાવી શકે, બિન જરૂરી ચર્ચા કે નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખવા જોઈએ, મંગળનું ત્રીજે ભ્રમણ રહેતા સાહસ પરાક્રમમાં વૃદ્ધિ કરાવી શકે, સારું રહે.
બહેનો :- વિચારોના વમળમાં ફસાય ન જવાય તેનું ધ્યાન રાખવું.
મિથુન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત સામાન્ય નાની મોટી ફરિયાદની શક્યતાઓ રહે, હિતશત્રુઓથી જેટલા સંભાળીને રહેશો એટલે સારું રહેશે, મંગળ બીજા સ્થાને રહેતા નાણાકીય, પારિવારિક સમય માધ્યમ રહે.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય, મુસાફરીમાં આરોગ્ય સાચવવું.
કર્ક :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના ભવિષ્યના શિક્ષણ બાબત થોડી મુંજવણનો સામનો કરવો પડે, મિત્રો, સ્નેહીઓની સલાહ ઉપયોગી બને, મંગળ આપની રાશિમાં રહેતા મનને દરેક કાર્યમાં સહજતા પૂર્વક જોડવું.
બહેનો :- અધૂરા કાર્યને પુરા કરવામાં સખી, સહેલીઓની મદદ મળે.
સિંહ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સુખ, સમૃદ્ધિ કે સ્થાવર મિલકતના કાર્યમાં થોડી રાહ જોવી પડે, નોકરીયાત વર્ગને દરેક બાબતમાં સમજી વિચારીને ચાલવું, મંગળ વ્યય ભુવનમાં ખર્ચમાં વધારો કરે.
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય, ભૌતિક સુખ સગવડમાં વહારો થાય.
કન્યા :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વધુ પડતા આંધળા સાહસ કરવામાં ધ્યાન રાખવું, પરદેશથી સારા સમાચારો આવતા ખુશીમાં વધારો થાય, મંગળ નું લાભ સ્થાને ભ્રમણ દરેક ક્ષેત્રમાં લાભની આશાઓ જન્માવે.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ, દેવ દર્શનનો આનંદ મળે.
તુલા :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પોતાની નીચ રાશિમાં રહેતા આપને નાણાકીય રીતે સંભાળવું પડે, પરિવારમાં કોઈ નિર્ણય કરવામાં ઉતાવળ બિલકુલ ન કરવી, મંગળનું દશમે ભ્રમણ રહેતા ઉદ્યોગ, ઇલેક્ટ્રિક વસ્તુના ધંધામાં સારું રહે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન ટકાવવા મહેનત કરવી પડે.
વૃશ્ચિક :- આપની રાશિમાં ચંદ્ર હોવાથી હાલમાં દરેક બાબત ઉપર ધ્યાન આપવું પડે, ભાગીદારી, લગ્ન જીવન કે શારીરિક બાબતમાં થોડી તકેદારી રાખવી પડશે, મંગળ ભાગ્ય ભુવનમાં હોવાથી આત્મ વિશ્વાસ ટકાવવામાં સરળતા રહેશે.
બહેનો :- બિન જરૂરી ઉતાવળ કે ખોટા નિર્ણયો લેવાય નહિ તેનું ધ્યાન રાખવું.
ધન :- વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા આર્થિક બાબતમાં ખુબ વિચારીને ચાલવું, ખાસ કરીને કોઈ ખોટું રોકાણ ન થઇ જાય નહીતર પાછળથી પસ્તાવું પડશે, મંગળ પણ આઠમે આવતો હોય, અગ્નિ, વિદ્યુત પ્રવાહ વગેરેથી સાવધાન રહેવું.
બહેનો :- મુસાફરીના અચાનક યોગ ઉભા થાય, મોસાળથી સારું રહે.
મકર :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા જુના મિત્રો સાથેના સંબંધોનું મહત્વ અને આપ પ્રત્યેનું એનું યોગદાન યાદ રાખીને ચાલશો તો સારું રહે, મંગળ સાતમે લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય પાત્રની પસંદગી શક્ય બની શકે.
બહેનો :- સંતાનોના કાર્યમાંથી થોડો મુક્ત થવાનો અવસર મળે.
કુંભ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાત વર્ગ, ઉદ્યોગ, ધંધો કે ગૃહ ઉદ્યોગના ધંધામાં સંકળાયેલા જાતકો માટે માધ્યમ સમયનું સુચન કરે, મંગળનું છઠ્ઠે ભ્રમણ આવતા રોગ, શત્રુઓ ઉપર વિજય મેળવી શકશો.
બહેનો :- સ્નેહીજનો, માતાપિતાને મળવાનો અવસર મળે.
મીન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને ભાગ્યોદય માટે થોડો પરિશ્રમ અને વિલંબથી ભાગ્યોદય કરાવનાર બને, આર્થિક કાર્ય સારા થઇ શકે, મંગળનું પાંચમે ભ્રમણ સંતાનોના શિક્ષણ બાબત વધુ ધ્યાન રાખવું પડે.
બહેનો :- નાના મોટા યાત્રા પ્રવાસ, દેવ દર્શનનો આનંદ ઉઠાવી શકો.
વાસ્તુ:- યુવાન દીકરા કે દીકરીના લગ્નમાં બાધાઓ આવતી હોય તો એમણે હમેશા પીળા રંગની વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો, જેથી લગ્નનું જલ્દી નક્કી થાય છે.
Recent Comments