સૌરાષ્ટ - કચ્છ

કેશોદના પાડોદર ગામના યુવકે નોકરી માટે ફોર્મ ભરવા જાઉં છુ કહી ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું

કેશોદના પાડોદર ગામમાં એક યુવક ના મૃત્યુ ના સમાચાર મળતાજ શોક નું મોજું ફરી વળ્યું હતું, ઘટના ની વાત કરીએ તો પડોર ગામ ના યુવકે નોકરી માટે ફોર્મ ભરવા જાઉં છું તેવુ બહાનું કરી ઘરે થી બાઈક પર નીકળ્યાં બાદ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું જેના પગલે પરીવારમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટના સ્થળ રેલવે વિભાગની હદ બહાર આવતાં સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. કેશોદ થી લુશાળા તરફ ૨ કીમી દુર પાડોદર ગામના યુવક મિલનભાઈ કાળાભાઈ સોલંકીએ સોમનાથ-જબલપુર ટ્રેન નીચે પડતું મુકી આપધાત કરી લીધો હતો.

આ યુવકે આપધાત પહેલાં રેલવે ટ્રેક નજીક બાઈક પાર્ક કર્યું હતું અને તેની સાથે રહેલાં પોતાનાં ઓળખ દસ્તાવેજી પુરાવાઓ લીવીંગ/બર્થ સર્ટીફિકેટ, માર્કશીટ જેવા કાગળોની ફાઇલ બાઈક પર રેઢા છોડી ટ્રેન આવતાં પડતું મુંક્યું હતું જયારે તેની સાથે રહેલ મોબાઇલ રેલવે ટ્રેક નજીક પતરાની પેટીના ઓટા પર મળી આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નિપજતાં રેલવેના નિયમ મુજબ નજીક આવતાં લુંશાળા રેલવે સ્ટેશને મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી કેશોદ લવાયો હતો. કેશોદ રેલવેની હદ પુરી થતાં રેલવે પોલીસે તપાસ સીટી પોલીસને સોંપી હતી. આ યુવક તેમના પરીવારમાં સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું હતું અણધારી ઘટનાથી પરીવારજનો શોકમગ્ન બન્યા હતા. બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts