fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અમે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, આરોપીના પિતા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી છે અને તેમને આ પદ પરથી હટાવી દેવા જાેઈએ. તેઓ મંત્રી તરીકે ચાલુ રહેશે તો આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી શક્ય નથી. અમે સુપ્રીમ કોર્ટના બે જજાે દ્વારા પણ મામલાની તપાસ કરાવવા માટે માંગ કરી છે.

લખીમપુરમાં થયેલી હિંસાને લઈને આજે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યુ હતુ અને આવેદનપત્ર આપ્યુ હતુ.આ પ્રતિનિધિ મંડળમાં રાહુલ ગાંધીની સાથે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલિલ્કાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા એ કે એન્ટની, ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટી મહસચિવ પ્રિયંકા ગાંધી પણ સામેલ હતા. કોંગ્રેસે આ પહેલા ૧૦ ઓક્ટોરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો. એ પછી રાષ્ટ્રપતિએ આ પ્રતિનિધિમંડળને મળવા માટે આજે સમય આપ્યો હતો.આ પહેલા કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પણ મળી ચુકયા છે.

બીજી તરફ ભાજપે કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યુ છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાને દલિતોના અધિકારોના રખેવાળ તરીકે રજૂ કરે છે પણ રાજસ્થાનમાં એક યુવા દલિતની કરાયેલી હત્યાની તપાસ પણ કરવામાં આવી નથી અને ત્યાં તેઓ એક શબ્દ બોલ્યા નથી.

Follow Me:

Related Posts