fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસે ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા માટે ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદી મુજબ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જાેટવા અને વડોદરામાંથી જસપાલસિંહ પોઢિયારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ ૨૩૫ ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ તેણે ૧૨ અલગ-અલગ યાદીમાં ૨૩૨ ઉમેદવારોની જાહેરાત કરી હતી. દેશમાં ૧૮મી લોકસભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે. આ પછી, ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે.

૪ જૂને મતગણતરી થશે. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતમાં ખાલી પડેલી પાંચેય વિધાનસભા બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેના પર ૭ મેના રોજ લોકસભાની ચૂંટણીની સાથે પેટાચૂંટણી પણ યોજાશે, પરંતુ પાર્ટીએ હજુ સુધી તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ મતદાન થશે. આ સાથે ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ તે જ દિવસે ચૂંટણી યોજાશે. જેમાંથી ચાર બેઠક કોંગ્રેસના અને એક અપક્ષ ધારાસભ્યના રાજીનામાના કારણે ખાલી પડી છે. શાસક ભાજપે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને એક અપક્ષ ધારાસભ્ય સહિત કોંગ્રેસના ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે. તેઓ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપીને સત્તાધારી પક્ષમાં જાેડાયા હતા. તે જ સમયે, વિરોધ પક્ષે પેટાચૂંટણી માટે હજુ સુધી તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

Follow Me:

Related Posts