fbpx
ગુજરાત

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો,રાજ્યની રુપાણી સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઇ ગંભીર નથી

પંજાબની જેમ ૧૦૦% રસીકરણ થાય એ ગામોને વધુ ૫ લાખની ગ્રાન્ટ આપો

ગુજરાતમાં ગઈકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮થી ૪૪ના વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાનાં ૧૨૦૦ કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જાેકે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે રાજ્ય સરકાર હજુ સુધી કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ ૧૦૦ ટકા વેક્સિનેશન કરનારાં ગામડાંને વિકાસ માટે વધુ ગ્રાન્ટ આપવાની માગણી કરી છે, જેથી એ ૧૦૦ ટકા રસીકરણ કરવા માટે પ્રેરિત થાય.

હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે, ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું, જેથી કરીને ઘણાબધા પરિવારો આર્થિક રીતે અને પારિવારિક રીતે ભાંગી ગયા છે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોરોના સામે એકમાત્ર હથિયાર ‘કોરોના વેક્સિન’ છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા ઝડપથી વેક્સિનેશન કરાય એ જરૂરી છે. હાલમાં જે ગતિએ ૧૮થી ૪૪ વર્ષના યુવાઓ તેમજ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી છેલ્લા મહિનાઓથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમાં ધાર્યું પરિણામ નથી મળ્યું એ સરકાર પણ સમજે છે, પરંતુ સ્વીકારતી નથી.

Follow Me:

Related Posts