બોલિવૂડ

કોફિ વિથ કરણમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે જાેવા મળશે

કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં હવે તે એક્ટર ગેસ્ટ બનીને આવવાનો છે, જેની અગાઉના એપિસોડમાં ઘણી વાતો થઈ હતી. કરણ જાેહરના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘લાઈગર’ની લીડ કાસ્ટ એટલે કે એક્ટર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે આ શોના આગામી એપિસોડમાં જાેવા મળશે. શોના ચોથા એપિસોડના એક પ્રમોશનલ વીડિયોમાં વિજય દેવરાકોંડા પોતાના કૂલ અંદાજમાં જાેવા મળી રહ્યો છે. શોના નવા પ્રોમોમાં કરણ, અનન્યા અને વિજયની સાથે ઘણી ‘બેડરૂમ ટોક્સ’ કરતો જાેવા મળી રહ્યો છે. પ્રોમોની શરૂઆતમાં વિજય તથા અનન્યાને સારા તથા જાહન્વી શોમાં આવ્યા હતા તે ક્લિપ બતાવવામાં આવે છે. ક્લિપમાં સારા કહે છે કે વિજય દેવરાકોંડા તેનો ક્રશ છે. આ વાત સાંભળતા વિજય શરમાઈ જાય છે.

ત્યારબાદ કરન એક્ટરને સવાલ કરે છે કે તેને ચીઝ ગમે છે? આ સવાલ સાંભળીને વિજય કહે છે કે તેને ખ્યાલ છે કે હવે આ શો ક્યાં જવાનો છે. તે સાથે જ હોટ સુપસ્ટાર શોમાં પોતાના લવ ઈન્ટેરસ્ટ, ઈન્ડિયાના હાર્ટથ્રોબ બનાવવાથી લઈ ઘણા અન્ય ટોપિક્સ પર વાત કરતો જાેવા મળશે જે તેને ક્યારેય નથી કરી. પ્રોમોમાં કરને અનન્યાને સવાલ કર્યો હતો કે તેની પાર્ટીમાં (કરને ૨૫ મેના રોજ ૫૦મી બર્થડે પાર્ટી આપી હતી) તે અને આદિત્ય રોય કપૂર સાથે શું કરતાં હતાં? આ સવાલ સાંભળીને અનન્યા એમ કહે છે કે કરને કંઈ જ જાેયુ નથી. કરનની વાત સાંભળીને વિજય દેવરાકોંડા હસવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ ફિલ્મ ‘ખાલી પીલી’ના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટર વચ્ચે સંબંધો હતા. જાેકે, થોડાં સમય પહેલાં જ અનન્યા તથા ઈશાનનું બ્રેકઅપ થયું હતું. અનન્યાનું નામ હવે આદિત્ય રોય કપૂર સાથે ચર્ચાઈ રહ્યું છે. જાે કે અનન્યા આ અંગે શું જવાબ આપશે એ તો એપિસોડમાં જ ખબર પડશે. રેપિડ ફાયર રાઉન્ડમાં કરને વિજય દેવરાકોંડાને સેક્સ્યુઅલ લાઇફ અંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે તેણે છેલ્લે ફિઝિકલ રિલેશન ક્યારે બાંધ્યા હતા? આ સવાલ સાંભળીને એક્ટરે જવાબ આપ્યો હતો કે અબોર્ટ અબોર્ટ.

જાેકે, અનન્યા પાંડેએ કહ્યું હતું કે તે અંદાજાે લગાવીને જવાબ આપી શકે છે કે આજે સવારે. કરન જાેહરે અનન્યાનું અંગ્રેજી વ્યાકરણ સુધારીને કહ્યું હતું કે આજની સવાર આવે. વિજય આ સાંભળીને શરમાઈ જાય છે. આ શોનો નવો એપિસોડ ૨૮ જુલાઈની સાંજે ૭ વાગે સ્ટ્રીમ થશે. વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ ૨૫ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા બોક્સરના રોલમાં જાેવા મળશે. રામ્યા કિષ્નન એક્ટરની માતાના રોલમાં છે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં બોક્સિંગ લિજેન્ડ માઇક ટાયસન પણ છે. આ ફિલ્મથી વિજય બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મને પૂરી જગન્નાથ ડિરેક્ટર અને કરન જાેહર પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts