fbpx
અમરેલી

કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર સેવાઓ પૂરી પાડતી રાજકોટની મીડીયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ. ને અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષમાટે બ્લેક લિસ્ટ જાહેર કરતા જિલ્લા કલેકટર

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) અમરેલી જિલ્લા કલેકટરશ્રીના તાબા તળેની મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર સહિતની મહેસૂલી કચેરીઓમાં કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર સેવાઓ માટે મીડીયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ. રાજકોટને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો.

આ વર્કઓર્ડર સ્વીકાર્યા બાદ મીડીયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ. રાજકોટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓપરેટર સેવાઓ અંગે તેમના દ્વારા ઓપરેટરને અનિયમિત પગાર, પીએફ રકમ જમા થતી ન હોવાની મૌખિક અને લેખિત રજૂઆતો તથા લઘુતમ વેતન ન મળવા અંગેની લેખિત ફરિયાદો જિલ્લા કલેકટર કચેરીને મળી હતી.

નાણાકિય ગેરરિતી તથા હુકમ અને કરારખતની શરતોનો ભંગ એજન્સી દ્વારા કરવામાં આવતો હતો. આથી, અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ આદેશ કરી આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી તેના પર કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી હાથ ધરવા કારણદર્શક નોટિસ આપી છે.

જિલ્લા ઇ-સેવા સોસાયટીમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ તા.૧/૦૮/૨૦૨૩ના રોજની અસરથી તેનો આદેશ સમાપ્ત કરી તે રદ કરવામાં આવ્યો છે તેમજ ડિપોઝીટની રકમ રાજયસાત કરવા હુકમ કરવામાં આવ્યો છે.

મીડીયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રા. લી. રાજકોટને તા.૩૧ ઓગષ્ટ, ૨૦૨૩ના  હુકમથી અમરેલી જિલ્લા માટે ૩ (ત્રણ) વર્ષ માટે ” BLACK LIST ” (બ્લેકલીસ્ટ) કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts