રાષ્ટ્રીય

કોરોના વાયરસ દ્ભઁ.૧ અને દ્ભઁ.૨ના નવા કેસ ના લીધે લોકોની ચિંતામાં વધારોભારતમાં કુલ ૨૯૦ લોકો દ્ભઁ.૨ અને ૩૪ દ્ભઁ.૧ થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ

સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ દ્ભઁ.૧ અને દ્ભઁ.૨ના નવા પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. મળતી વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં ૩૦૦ થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ ૨૯૦ લોકો દ્ભઁ.૨ અને ૩૪ દ્ભઁ.૧ થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ બે સબ-વેરિઅન્ટ્‌સને કારણે સિંગાપોરમાં ચેપના કેસમાં વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને ત્નદ્ગ૧ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ છે જે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર રીતે બીમાર થવાના કેસ સાથે સંબંધિત નથી. તેથી આ પ્રકારથી ચેપ લાગવાની ચિંતા કરવાની જરૂર નથી.

કોરોનાના નવા વેરિઅન્ટના તમામ કેસ, જેએન-વન ના પેટા પ્રકારોના વાયરસના છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી. “તેથી, ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી. કોરોના વાયરસના વેરિઅન્ટમાં ઝડપી ગતિએ પરિવર્તનો થતા રહેશે અને આ જીછઇજી-ર્ઝ્રફ૨ જેવા વાયરસનું કુદરતી વર્તન છે.
મહારાષ્ટ્રમાં આ ચેપના કુલ ચાર કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં દ્ભઁ.૨ સબ-વેરિયન્ટના કુલ ૨૯૦ કેસમાંથી સૌથી વધુ ૧૪૮ કેસ એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. આ સિવાય દિલ્હી અને મધ્ય પ્રદેશમાં આ પ્રકારનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ગોવામાં ૧૨, ગુજરાતમાં ૨૩ અને હરિયાણામાં ત્રણ લોકો આ પ્રકારથી સંક્રમિત થયા છે. બીજી તરફ કર્ણાટકમાં ચાર, ઓડિશામાં ૧૭, રાજસ્થાનમાં ૨૧ અને ઉત્તર પ્રદેશમાં આઠ લોકો આ ચેપથી પ્રભાવિત છે. જ્યારે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ૧૬ અને ૩૬ લોકો આ પેટા પ્રકારથી સંક્રમિત થયા છે. તમને જણાવી દઈએ કે, સિંગાપોરમાં તાજેતરના સમયમાં કોવિડ-૧૯ની લહેર જોવા મળી રહી છે. આ મહિને ૫ થી ૧૧ મેની વચ્ચે દેશમાં દ્ભઁ.૧ અને દ્ભઁ.૨ સબ-વેરિયન્ટ ચેપના કુલ ૨૫,૯૦૦ કેસ જોવા મળ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૈંદ્ગજીછર્ઝ્રંય્ કોરોનાના વધતા કેસોને લઈને સંવેદનશીલ છે અને જો નવા પ્રકારોના કેસ સામે આવે તો તેનો સામનો કરી શકે છે. ૈંદ્ગજીછર્ઝ્રંય્ અનુસાર દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દ્ભઁ.૧ ચેપના કુલ ૩૪ કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૨૩ કેસ એકલા પશ્ચિમ બંગાળમાં નોંધાયા હતા. આ સાથે ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આ ચેપનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ૨-૨ કેસ મળી આવ્યા છે.

Related Posts