fbpx
અમરેલી

કોરોના સંક્રમણને ધ્યાને લઈ તંત્ર દ્વારા વિવિધ નિયંત્રણો અને પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

રાજ્યભરમાં કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમમાં જણાવ્યા મુજબના પ્રતિબંધક આદેશોની જિલ્લામાં અમલવારી કરવા હેતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કેટલાક પ્રતિબંધો અને નિયંત્રણો દર્શાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કેટલાક નિયંત્રણો તથા વિવિધ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.

હોટલ તથા રેસ્ટોરન્ટ્સમાં બેઠક ક્ષમતાના ૭૫ ટકા સાથે રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો ઉપર ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. તેવી જ રીતે લગ્ન પ્રસંગોમાં પણ ખુલ્લામાં મહત્તમ ૩૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. અંતિમ ક્રિયા કે દફનવિધીમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી. બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે (STANDING NOT ALLOWED) જ્યારે એ.સી. બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સિનેમા હૉલ બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જીમ સમાવેશ ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહત્તમ ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. વાંચનાલયો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. ઑડિટોરીયમ, એસેમ્બલી હૉલ અને મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. ધો.૦૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરિક્ષાઓ માટેના કોચિંગ સેન્ટર્સ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ તથા સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

આ તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનેશનના બે ડોઝ ફરજીયાત રહેશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા. ૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ National Directives for Covid-19નું સમગ્ર જિલ્લામાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. Face Covering- Compulsory in public places, work place, during transport. Social Distancing- Individual must maintain a minimum 6 feet distance in public places. Shops will ensure physical distancing among customers. Spitting in public places will be punishable with fine as per existing laws, rules or regulations.

આ હુકમ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાની જોગવાઈઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદેસરની કાર્યવાહીને પાત્ર થશે.

Follow Me:

Related Posts