fbpx
ગુજરાત

કોર્ટે નારાયણ સાંઇને આશારામ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવાની પરવાનગી આપી

નારાયણ સાંઈ છેલ્લા સાડા સાત વર્ષથી સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં એક પણ વાર જામીન મળ્યા નથી. જાેકે નિયમ પ્રમાણે નારાયણ સાંઈ ફરલો પર બહાર આવી શકે છે પરંતુ તેમાં પણ તેને ગુજરાત ન છોડવાની શરતનું પાલન કરવું પડે ત્યારે નારાયણ સાંઈએ તેના પિતા આશારામની તબિયત લથડતા તેમને મળવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. કોર્ટે હવે નારાયણ સાંઈને આશારામ સાથે જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી વાતચીત કરવા માટેની પરવાનગી આપી છે જેમાં ઓગસ્ટના પહેલા વિકમાં ૨ વીડિયો કોન્ફરન્સ કરાવવા માટે સરકારને આદેશ આપ્યા છે.

નારાયણ સાંઈએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, આશારામને બીમારીઓ વધતી જાય છે તેમની ઉંમર પણ ૮૪ વર્ષ છે. તેથી તેઓને એમની ચિંતા થાય છે એટલા માટે તેમને મળવા માટેની પરવાનગી કોર્ટ જાેડે માંગવામાં આવી હતી. અગાઉ કોર્ટે ૩ ઓર્ડર કર્યા હતા તેમાં અવલોકન કર્યું હતું કે, કોરોનાના ફીઝીકલ મુલાકાત માટે મંજૂરી આપવી યોગ્ય નથી. સાથે આશારામને તે દરમિયાન કોરોના પણ થયો હતો. જેથી જાેધપુર એમ્સ હોસ્પિટલમાં તેઓની સારવાર બાદ જેલમાં તેઓ પાછા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારી વધી ગઈ છે. તેમજ આશારામની તબિયત સારી ન હોવાથી વીડિયો કોન્ફરન્સ પણ શક્ય નથી.

Follow Me:

Related Posts