અમરેલી જિલ્લાનું મોબાઇલ ક્ષેત્રે અનોખું નામ એટલે કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી.. ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ચિત્ર સ્પર્ધા કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી દ્વારા યોજવામાં આવેલ. આ સ્પર્ધામાં ધોરણ ૪ થી ૭ અને ધોરણ ૮ થી ૧૦ એમ કુલ બે વિભાગમાં કુલ ૧૦૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ ૪ થી ૭ માં (૧) મૈત્રીબેન પ્રશાંતભાઈ ભાલું ધો. ૪ (શ્રી બંસીધર પ્રાથમિક શાળા (૨)માનસીબેન નિલેશભાઈ બુટાણી. ધો. ૬ ( શ્રી બંસીધર પ્રાથમિક શાળા, (૩) બુરાહુદીન ફારૂકુદીન ખેની ધો. ૫ ( ગજેરા સંકુલ) તથા ધોરણ ૮થી ૧૦ ના વિભાગમાં (૧) ધ્યાનીબેન વિમલકુમાર વ્યાસ. ધો. ૧૦ (ગજેરા સંકુલ), (૨) જયભાઈ શૈલેષભાઈ બાલાસ. ધો. ૧૦ (ગજેરા સંકુલ) (૩) માહિબેન રાહુલભાઈ ઝાલાવાડીયા, ધો. ૯( આર. કે. સાયન્સ સ્કૂલ) દરેક વિજેતા સ્પર્ધકને કોર મોબાઇલ તરફથી પ્રોત્સાહક ઈનામ શિલ્ડ સાથે આપવામાં આવેલ. આ સાથે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવેલ. આમ અમરેલી જિલ્લામાં વ્યાવસાયિક ક્ષેત્રે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ચિત્ર સ્પર્ધા યોજીને એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોના ચિત્રોનું પ્રદર્શન પણ તારીખ ૩૦ સુધી કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી ખાતે મૂકાયેલું છે કોઈ પણ કલાપ્રેમી ભાવિકજન આ ચિત્રો નિહાળી તમામ સ્પર્ધકોને તેમનાં કલાના કૌશલ્યને બિરદાવી પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી શકે છે.
આવા અનેક પ્રકારના સેવાલક્ષી આયોજનો કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી દ્વારા યોજવામાં આવનાર છે તેમ કોર મોબાઇલના માલિક મલ્કેશભાઈ મજીઠીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Recent Comments