કોૈરવો ભલે ગોૈરવ યાત્રા કાઢે પરંતુ વિજય તો પાંડવોનો જ થશે : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
કોૈરવોના શાસનમાં જેમ જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી તેમ ગુજરાતમાં ભાજપની સરકારમાં ગુજરાતની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, છેલ્લા ર૭ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર શેનું ગોૈરવ લેવા નિકળી છે ? ગુજરાતમાં ભાજપના રાજમાં મોઘવારી એ માઝા મુકી છે તેનું ગોૈરવ ? ભાજપના
રાજમાં ભ્રષ્ટાચાર બેફામ વધ્યો છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમાં ગુજરાતનો યુવાન દર–દર રોજગારી માટે ભટકી રહયો છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં કુપોષીત બાળકોનું પ્રમાણ વધ્યુ છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં રોડ–રસ્તાની હાલત ખુબ જ બિસ્માર છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં સરકારી શાળાઓ દિનપ્રતિ દિન બંધ થતી જાય છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં ખેડુતોને સિંચાઈનું પાણી મળતું નથી, પુરતી વીજળી મળતી નથી, પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોઘાદાટ ખાતર– બિયારણ મળે છે તેનું ગોૈરવ ?
ભાજપના રાજમા જીએસટીના નામે વેપારીઓને હેરાન કરવાનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં બેફામ ડ્રગ્સ, દારૂ, હેરોઈન વેચાઈ રહયું છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં દીનપ્રતિ દીન બળાત્કાર,ચોરી,લુંટફાટ વધી રહયા છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં ખાનગી શાળાઓ –કોલેજો બેફામ ફીનું ઉઘરાણું કરી રહયા છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા ગુજરાતમાં આરોગ્ય સેવા કથળી રહી છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમા સરકારી કર્મચારીઓનું શોષણ થઈ રહયું છે તેનું ગોૈરવ ? ભાજપના રાજમાં સરકારી મિલકતો દિનપ્રતિ દીન વેચાય રહી છે તેનું ગોૈરવ ? બસ હવે બહુ થયું ભાજપપક્ષ ગોૈરવ યાત્રાનું નાટક કરવાનું બંધ કરે ગુજરાતની જનતા આ ભાજપપક્ષને ઓળખી ગઈ છે જેમ કોૈરવો પાસે લાખોનું સેૈન્ય હતું તેમ છતાં પણ જનતાએ અને ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોનો સાથ આપીને કોૈરવોનો સફાયો કર્યો હતો. તેમ ગુજરાતની શાણી જનતાએ ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને સાથ આપીને ભાજપનો સફાયો કરવાનું મન બનાવી લીધું છે.
Recent Comments