ગુજરાત

ખંભાતમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

કેન્દ્ર સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે જાેરશોરથી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત આજરોજ ખંભાતમાં ભાજપ પરિવાર દ્વારા મોટરસાઈકલ પર સવાર થઈને તિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રાને પાણિયારી ખાતેથી ધારાસભ્ય પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખે તિરંગા બાઈક રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક રેલી પાણીયારી ચોકથી ત્રણ દરવાજા, ચિતારી બજાર, મંડાઈ પીઠબજાર, લાલ દરવાજા, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ, સરદાર ટાવર, ગોપાલ સિનેમા ત્યાંથી આધ્યાત્મિક હોલ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.

આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો, યુવા સભ્યો સહિત યુવા કાર્યકરો આ રેલીમાં જાેડાયા હતા. આ રેલીમાં ધારાસભ્ય મયુર રાવલ શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ પ્રશાંત ઝવેરી નગરપાલિકા પ્રમુખ કામિની ગાંધી ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (રાજભા) નગરપાલિકા કાઉન્સિલર રાજેશ રાણા, માલધારી સેલ પ્રદેશ સભ્ય નારણ ભરવાડ, ગૌરાંગ બ્રહ્મભટ્ટ, વિરલસિંહ રાઓલ, તાલુકા પ્રમુખ ભીખાભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ કૃપેન શાહ સહિત કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં હાજર રહ્યાં હતા.

Related Posts