અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા ના તાજેતર ના તાઉ-તે વાવઝોડા અને વરસાદ થી દરેક ગામમાં ખેડૂતો તથા ગ્રામજનોને ભારે તારાજી સર્જાઈ હતી,જેમાં ઉનાળુ પાક જેવાકે તલ,બાજરી,મગ,અડદ, વિગેરે નિષ્ફળ ગયેલ છે,બાગાયતી પાકોમાં આંબા ના ઝાડ ૭૦%થી વઘુ પડી ગયા છે, ગામડાઓ માં મોટાભાગ ના મકાનોના નળીયા તથા શેડના પતરા તુટી ગયા છે, કાચાં મકાનો તથા અનેક દિવાલો પડી ગયેલ છે, વાડીઓ મા ઓરડીઓતથા મકાનો પડી ગયેલ છે,ખેતતિવાડી નો વિજ પુરવઠો તદન બંઘ છે,કેટલાય ઢોર મરી ગયેલ છે,આમ કચ્છ ના ભુકંપ કરતા પણ ખરાબ હાલત ખાંભા તાલુકા ના ગામડા ની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંભા તાલુકાના અસરગ્રસ્ત લોકોને એક મહિનો વાવાઝોડા ને વિતવા છતાં કોઈ પણ જાતની સહાય ચુકવવામાં આવી નથી,સોમાચુ બેસી ગયું છે,આને ખેડૂતો તથા ગામડાના લોકોને વાવણીમા ખાતર, બિયારણ જેવી ખરીદી કરવાની હોય સરકારી રાહત ની સહાય તાત્કાલિક ચુકવવા કલેક્ટર શ્રી અમરેલી સમક્ષ અમારી માંગણી કરીએ છીએ
ખાંભા તાલુકા ના વાવાઝોડા થી અસરગ્રસ્ત લોકોને સહાય ની તાત્કાલિક ચુકવણી કરવા માંગણી


















Recent Comments