ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને હેરાન કરતા યુવકને ૧૮૧એ ઝડપી પાડયો
વડોદરાના ગોત્રી વિસ્તારમા રહેતી ૨૮વર્ષની યુવતી પ્રાઇવેટ કંપનીમાં જાેબ કરતી હતી. આ યુવતીને એક યુવક કોલ, મેસેજ કરી હેરાન કરતો હતો. યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ છે જેથી તે આ પ્રકારના કોલ મેસેજથી પરેશાન હતી. છેવટના ઉપાય તરીકે આ યુવતીએ ૧૮૧ અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇનનો મદદ માટે સંપર્ક કર્યો હતો. તેનો ત્વરિત પ્રતિસાદ આપતાં બાપોદ પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ યુવતીની વહારે પહોંચી, કસૂરવાર યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપતાં યુવકે લેખિત માફી માંગી હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરૂ ની ખાત્રી આપતાં પીડિત યુવતીને ખૂબ રાહત થઈ હતી અને આ મદદ બદલ અભયમ ટીમનો તેણે આભાર માન્યો હતો.
મફ્રતી માહિતી મુજબ સંબંધિત યુવક પરેશાન યુવતી સાથે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જે દરમિયાન એકબીજા સાથે પરિચય થતાં એકબીજા સાથે કોલ, મેસેજ, ફેસબુક દ્વારા વાતચિત કરતા હતા. એક દિવસ યુવકે આ યુવતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું જેથી યુવતીએ મારો પરિવાર મંજૂરી આપશે તો લગ્ન કરીશ તેમ જણાવ્યું હતું. યુવતીના પરિવારે યુવકના પરિવારની ઉચિત તપાસ પછી સંબંધ યોગ્ય ન જણાતા ના પાડી હતી.એટલે યુવતીએ પણ એ યુવકને લગ્ન શક્ય નથી એવું જણાવી દીધું હતું.
આ જવાબથી ઉશ્કેરાયેલા યુવકે યુવતીને બફ્રજબરી સાથે ધમકી આપી કે મારી સાથે લગ્ન નહીં કરે તો કોઈની સાથે લગ્ન નહીં થવા દઉં. તે પછી યુવકે નોકરીના સ્થફ્રે અને તે પછી અવારનવાર કોલ મેસેજ કરી હેરાનગતિ શરૂ કરતા યુવતીએ નોકરી છોડી દીધી હતી. તેમ છતાંય વારંવાર અલગ અલગ નંબરથી કોલ મેસેજ કરી હેરાનગતિ અને ધમકી આપતો હતો. પરેશાન યુવતીની આ દરમિયાન અન્યત્ર સગાઈ અને લગ્ન નક્કી થયાં હતાં. તેમ છતાં એ યુવકે તારા લગ્ન નહીં થવા દઉં જેવી ધમકીઓ આપવાનું ચાલુ રાખતા, આખરે પરેશાન યુવતી અને તેના પરિવારે આ કિસ્સામા મદદરૂપ બનવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
તેને અનુલક્ષીને અભયમ રેસ્ક્યુ ટીમે યુવકને ઝડપી પાડી, બિનજરૂરી કોલ મેસેજ કરવાએ ગુનો છે તેવી ચેતવણી આપી આગફ્ર પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ કરતા યુવકે માફી માંગી હતી અને હવે પછી ક્યારેય કોઈ પ્રકારની હેરાનગતિ નહીં કરૂ જેની ખાત્રી આપવાની સાથે તેના મોબાઈલમાં રાખેલા તમામ નંબર, મેસેજ ડીલીટ કર્યા હતા.પીડિત યુવતીએ વધુ કોઈ કાર્યવાહી કરવાની અનિચ્છા દર્શાવતા યુવકને ચેતવણી આપી છોડી મુકવામાં આવ્યો હતો.
આમ, અભયમની સમયસરની મદદથી યુવતી મોટી પરેશાનીમાંથી મુક્ત થઈ હતી અને આ હેલ્પ લાઇનનો ખૂબ આભાર માન્યો હતો. આ હેલ્પ લાઈન સેવાના કો ઓર્ડીનેટરએ આ પ્રકારની મુશ્કેલી, ટેલીફોનીક કે મોબાઇલ દ્વારા પજવણીના કિસ્સાઓમાં ડર્યા વગર ૧૮૧ અભયમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
Recent Comments