fbpx
રાષ્ટ્રીય

ખુદ યશવંત સિન્હાએ ટ્‌વીટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે, વિપક્ષ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે સામાન્ય ઉમેદવાર બનાવી શકે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ તેના ઉમેદવારને લઈને સતત વિચાર-મંથન કરી રહ્યુ છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ તેના ઉમેદવારને લઈને સતત વિચાર-મંથન કરી રહ્યુ છે. આજે દ્ગઝ્રઁના વડા શરદ પવારે પણ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે જેમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે આજે વિપક્ષ પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ નામો પર ચર્ચા કરી રહ્યા છે. પહેલા ફારુક અબ્દુલ્લાનુ નામ સામે આવી રહ્યુ હતુ પરંતુ ફારુક અબ્દુલ્લાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વિપક્ષમાં ફારુક અબ્દુલ્લા ઉપરાંત શરદ પવાર અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામની પણ ચર્ચા થઈ છે પરંતુ હવે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નવો ચહેરો સામે આવી રહ્યો છે. રિપોર્ટની માનીએ તો વિપક્ષ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે સામાન્ય ઉમેદવાર બનાવી શકે છે.

ખુદ યશવંત સિન્હાએ ટ્‌વીટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. યશવંત સિંહાએ ટ્‌વીટ કરીને લખ્યુ કે તૃણમૂલ કોંગ્રેસમાં મને સન્માન અને પ્રતિષ્ઠા આપવા માટે હું મમતા બેનર્જી જીનો આભારી છુ. હવે સમય આવી ગયો છે કે હું પાર્ટીથી અલગ થઈને મોટા રાષ્ટ્રીય હેતુ માટે વિપક્ષી એકતા માટે કામ કરુ. મને ખાતરી છે કે મમતા બેનર્જી મારા પગલાને સ્વીકારશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ્‌સ્ઝ્ર ઉપાધ્યક્ષ યશવંત સિન્હાને વિપક્ષ દ્વારા સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ ખુદ આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે યશવંત સિંહા ગયા વર્ષે જ ટીએમસીમાં જાેડાયા હતા. ટીએમસી નેતાએ કહ્યુ કે યશવંત સિન્હાનુ નામ કેટલાક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આગળ રાખ્યુ હતુ જેને ૩-૪ પક્ષોએ પણ સમર્થન આપ્યુ હતુ. યશવંત સિન્હાના નામ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન પણ કરવામાં આવ્યો છે અને મમતા બેનર્જી પણ યશવંત સિંહાના નામનુ સમર્થન કરી રહ્યા છે.

Follow Me:

Related Posts