ગુજરાત

ખુશ્બુ સૌરાષ્ટ્રની.. એરપોર્ટના રેકોર્ડ બ્રેક 62,264 પેસેન્જર માંથી 25 ટકા લોકો સોમનાથ અને દ્વારકા આવ્યાં…..

રાજકોટ એરપોર્ટ પર માર્ચ મહિનામાં રેકોર્ડબ્રેક પેસેન્જર્સની અવરજવર નોંધાઇ છે. જેમાં ૨૫ થી વધુ પેસેન્જર સોમનાથ અને દ્રારકાના પ્રવાસે આવ્યા છે.   રાજકોટ થી એક જ દિવસમાં એક સાથે ૧૧થી વધુ લાઈટ ઉડાન ભરતી હોય મુંબઈ, દિલ્હી, ગોવા, બેંગલોરની તમામ લાઇટ હાઉસફુલ જઈ રહી છે તો આ તમામ શહેરોમાંથી રાજકોટ માટેની ઇન કમિંગ લાઈટ પણ પેસેન્જર્સથી ભરચક હોય છે જેમાં નિયમિત રીતે ટ્રાવેલિંગ કરતા પેસેન્જરોમા બિઝમેન મેન, રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની સાથે પરીક્ષાઓ પુરી થતાં મોટાભાગના રાજકોટીયન્સ કરવા જવાના મૂડમાં હોવાથી મુંબઈ માટેની બે,દિલ્હી માટેની ૨ ફલાઇટ ઉપરાંત ગોવા અને બેંગ્લોર માટેના ૭૫ થી ૧૬૦ સીટર ના એર ક્રાટ ભરચકક હોય છે.

બે વર્ષથી કોરોના ના લીધે હવાઈ સેવામાં બ્રેક લાગી હતી ત્યારબાદ પણ ધીમે ધીમે હવાઈ સેવા શ થયા બાદ કોરોના ના લીધે ટ્રાફિક ખૂબ જ ઓછો હતો જેમાં ગત વર્ષે દિવાળી દરમિયાન રેકોર્ડબ્રેક રાજકોટના એરપોર્ટ પર ટ્રાફિક નોંધાયો હતો આ રેકોર્ડ પણ હવે તૂટી ગયો છે અને માર્ચ મહિનામાં ૬૨૨૬૪ લોકોએ રાજકોટ એરપોર્ટ પરથી અવર-જવર કરી છે.   સૌરાષ્ટ્ર્રમાં ફરવા આવનાર પેસેન્જરોની સંખ્યા વધી   આવાગમનના મુસાફરોની સંખ્યામાં ૨૫ ટકા લોકો એવા હતા કે જે સોમનાથ અને દ્રારકા ખાસ ફરવા આવ્યા હતા. રાજકોટમાં કાર્યરત વિવિધ એરલાઇન્સના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, સામાન્ય દિવસોમાં રાજકોટમાંથી મુસાફરી કરનાર વર્ગ વધુ હોય છે જેની સામે છેલ્લા એક મહિનામાં અન્ય શહેરોમાંથી રાજકોટ તરફ આવ્યા હોય એવા મુસાફરોની સંખ્યા પણ વધુ છે. જેમાં ખાસ એવી વાત નોંધવામાં આવી છે બિઝનેસ કે અન્ય કામ માટે આવ્યા હોય એવા મુસાફરોની સામે સોમનાથ દ્રારકા અને સાસણ ના પ્રવાસે આવ્યા એવા પેસેન્જર્સ વધુ જોવા મળ્યા   બે દિવસના રોકાણમાં જાત્રાની સાથે એડવેન્ચર પણ માણે છે…   આ વર્ષે સૌરાષ્ટ્ર્રના પ્રવાસે આવનાર સહેલાણીઓ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો . પ્રથમ યોતિલિગ સોમનાથ દાદાના દર્શને આવતા ભાવિકો અહીં સુધી આવ્યા બાદ નાગેશ્વર યોતિલિગ અને શ્રી કૃષ્ણ ની પાવન ભૂમિ દ્રારકા ના દર્શન માટે જવાનો અચૂક પસદં કરે છે આ જાત્રાની સાથોસાથ શિવરાજપુર અને સાસણ ગીર નો પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો છે. વિમાન માર્ગ ની સાથોસાથ બાય રોડ આવી રહેલા પ્રવાસીઓની સંખ્યામાં સારો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો સૌરાષ્ટ્ર્રમાં તેમના સગા સંબંધીને ત્યાં લ પ્રસંગમાં આવે છે ત્યારે પણ નાગેશ્વર, દ્રારકા શિવરાજપુર ,સોમનાથ, સાસણ ફરવા જતા હોય છે.

Related Posts