fbpx
ગુજરાત

ખેડા જીલ્લા એલ.સી.બીને મળી મોટી સફળતા, કારમાંથી વિદેશી દારૂ ના જથ્થા સાથે ૧ને ઝડપી પડ્યો

ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને મળી છે મોટી સફળતા, દારૂ બાંધી વાળા ગુજરાત માં થી એક આરોપીને દારુ ના મોટા જથ્થા સાથે પકડી પડ્યો હતો. ખેડા જીલ્લા એલ સી બી ની ટીમે એક ગાડી નો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, સાથે કારચાલકને પણ ઝડપી લીધો છે. પોલીસે રૂ. ૮૧ હજાર ૫૦૦ના ઇંગ્લિશ દારૂ તથ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨ લાખ ૮૨ હજાર ૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ કારચાલક સહિત દારૂનો જથ્થો ભરી આપનાર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના માણસો ગઈકાલે ગુરૂવારે જિલ્લાના કપડવંજ પંથકમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે નિરમાલી ગામ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક કાર પસાર થવાની છે.

જેથી તેમના માણસો નિરમાલી ચોકડી નજીક ખાનગી વાહન સાથે વોચમા ઊભા હતા. આ દરમિયાન મોટીઝેર ગામ તરફથી મારૂતી સ્વિફટ કાર નંબર જીજે-૦૧-કેએન-૮૦૨૨ ને શંકાના આધારે અટકાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. જાે કે ચાલકે કારને રિવર્સમાં લઈ નિરમાલી ચોકડીથી બોભા ચોકડી તરફ બગાડી દીધી હતી. જે બાદ પોલીસે ઉપરોક્ત કારનો પીછો કરતા તેલનાર પાટિયા નજીકથી ઉપરોક્ત ગાડીને ઝડપી લીધી હતી અને કાર ચાલક ઘનશ્યામ ઉર્ફે ગની રમેશભાઈ પટેલ (રહે.રણેચી, તા.બાયડ, જિ.અરવલ્લી)ની અટકાયત કરી હતી. કારમાં દારૂ છુપાયો હોવાની શંકા જતા પોલીસે ગાડીની તલાશી લીધી હતી. જેમાંથી અલગ-અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મીલીની કુલ ૮૧૫ બોટલો કિંમત રૂપિયા ૮૧ હજાર ૫૦૦ની કબજે કરાઈ હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે કારચાલક ઘનશ્યામ ઉર્ફે ગનીને પુછતા તેણે ઉપરોક્ત દારૂનો જથ્થો મહેન્દ્રસિંહ (રહે.ઉન્ડવા)એ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે આ ગુનામાં ઉપરોક્ત બંને ઈસમો સામે ગુનો નોંધી કુલ રૂપિયા ૨ લાખ ૮૨ હજાર ૪૫૦નો માલ જપ્ત કર્યો છે.

Follow Me:

Related Posts