મોદી સરકાર દ્રારા સપ્ટેમ્બર – ૨૦૨૦ માં ખેડુતો માટે ત્રણ
કૃષિ અઘ્યાદેશ બહુમતીના જોરે લોકસભા તથા રાજયસભામાં પસાર
કરવામાં આવ્યા જેના વિરોધમાં પંજાબ તથા હરિયાણા ના ખેડુતો
દિલ્લીમાં ધામા નાંખીને મોદી સરકાર સામે આ કાળા કાયદાઓ
પરત ખેચવા માટે છેલ્લા 11 દિવસથી આંદોલન કરી રહયા છે,
કેન્દ્રની આ બહેરી અને મુંગી, આંધળી સરકાર દ્રારા આજદિન
સુધી ખેડુતોના હિત માટે કોઈ હકારત્મક અભિગમ જોવા મળી રહયો
નથી, જેથી કરીને ખેડુત સંગઠનો દ્રારા તારીખ 08/1ર/ર0ર0 ના
રોજ સમગ્ર ભારત દેશ બંધનું એલાન આપવામાં આવેલ છે. જેના
સમર્થનમાં અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા અમરેલી તાલુકાના
વેપારીઓ તથા લોકોને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને
જગતનો તાત એવા અન્નદાતાને સમર્થન આપવા અમરેલી તાલુકા
કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ નમ્ર વિનંતી કરે છે.
ખેડુત સંગઠનો દ્રારા અપાયેલ ભારત બંધના એલાનને સમર્થન આપતા : અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ

Recent Comments