રાષ્ટ્રીય

ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે શશિ થરૂર અને વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર લગાવી રોક

પ્રજાસત્તાક દિવસ એટલે કે ૨૬મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ સહિત અન્ય વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર રોક લગાવી છે.

ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અને એક પ્રદર્શનકારીના મૃત્યુ મામલે ભ્રામક ટ્‌વીટ કરવાના આરોપસર ૫ રાજ્યોમાં કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂર અને ૬ પત્રકારો વિરૂદ્ધ હ્લૈંઇ નોંધાઈ હતી. ગુડગાંવ, બેંગલુરૂ અને નોઇડામાં આ મામલે કેસ નોંધાયા હતા. અગાઉ મધ્ય પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં પણ આ પ્રકારના ૪ કેસ દાખલ કરાવવામાં આવ્યા હતા.

આ પૈકીની મોટા ભાગની હસ્તિઓ સામે રાજદ્રોહ, ધમકી, સાર્વજનિક શાંતિનો ભંગ કરવા ઉશ્કેરણી, ગુનાહિત ષડયંત્ર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમો નોંધાવવામાં આવી છે.

આ તરફ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ ચિરંજીવ કુમારની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદકર્તાએ પોતાની ફરિયાદમાં આરોપીએ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રદર્શનકારી નવરીત સિંહના મૃત્યુ મામલે ખોટા સમાચાર ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts