ગુજરાત

ખેડૂતોમાં ખુશીનો માહોલબોડેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં થયો ધૂમ વધારો

વડોદરા જિલ્લાના બોડેલી ખાતે આવેલી માર્કેટ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે ત્યારે ૨૦ મેના રોજ કપાસની ખુબ સારી આવક થઇ હતી. જેના ભાવમાં આજે ગયા અઠવાડિયાના ભાવ કરતા નીચેના ભાવમાં ૪૦૦ રૂપિયા જેટલો વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે ઉચ્ચતમ ભાવમાં ૫૦ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આજે ખેડૂતોને પ્રતિ ૧ મણના ઊંચો ભાવ ૧,૬૯૯ રૂપિયા મળી રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોડેલી માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ લઈને વેચવા આવી રહ્યા છે. બોડેલી માર્કેટ યાર્ડમાં છોટાઉદેપુર વિસ્તારમાંથી ખેડૂતો કપાસ લઈને વેચવા આવે છે. હાલ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. બોડેલી માર્કેટિંગ યાર્ડમાં ૬,૭૦૦ રૂપિયાથી ૭,૪૭૫ રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલનો ભાવ નોંધાયો છે.

વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. કપાસમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. તદુપરાંત દિવેલા, બાજરી અને ઘઉંના ભાવ પણ સીઝન પ્રમાણે સારા મળી રહ્યા છે. હાલ પ્રતિ ૧૦૦ કિલોનો ઘઉંના એવરેજ ભાવ ૩૪૦૦ રૂપિયા નોંધાયો છે. સાથે જ બાજરીનો ભાવ ૨,૨૩૧ અને દિવેલીયાનો ભાવ ૫,૪૨૫ નોંધાયો છે.
વડોદરા જિલ્લામાં આવેલી સાવલી, બોડેલી તેમજ આજુબાજુના યાર્ડમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો છે. ગત રોજ કરતા આજે નીચેના ભાવમાં ૪૦૦ રૂપિયાનો વધારો નોંધાયો છે, પરંતુ ઉચ્ચતમ ભાવમાં ૫૦ રૂપિયા જેટલો વધારો છે, એરંડા તેમજ બીજી જણસીઓના ભાવમાં ગત અઠવાડિયા કરતા આ અઠવાડિયે ભાવમાં ખૂબ વધારો નોંધાયો છે.

Related Posts