ખેડૂત આંદોલનના મુદ્દા અંગે ઘણી વિદેશ હસ્તિઓએ ટિ્વટ કર્યા, જેના અંગે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ નેતા રાજ ઠાકરેએ પણ આ મુદ્દા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સચિન અને લતા મંગેશકર જેવા ભારત રત્ન પ્રાપ્ત લોકોનો ઉપયોગ કરવો ખોટું હતું. આ બન્નેએ સમર્થનમાં ટ્વીટ નહોતું કરવાનું.
સરકારે ભારત રત્નથી સન્માનિત થયેલી આવી હસ્તિઓ પાસેથી સમર્થન મેળવીને તેમની પ્રતિષ્ઠાને દાવ પર ન લગાવવી જાેઈએ.તેમના માટે અક્ષય કુમાર જેવી હસ્તિ તેમના આવા કાર્ય માટે પૂરતી છે.સરકારે આવા કામ માટે અક્ષય કુમાર જેવા વ્યક્તિનો સહારો લેવો જાેઈએ.
સચિને ટિ્વટ કરી કહ્યું કે, આપણો દેશ તેની સમસ્યાઓનું સમાધાન કરવાનું જાણે છે અને બહારના લોકોને દેશના આંતરિક મામલામાં રસ લેવાની જરૂર નથી. સિચનનના આ ટિ્વટથી કેરળના ખેડૂત નારાજ થઈ ગયા છે. તેમણે લખ્યું કે, ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા ન કરી શકાય. વિદેશી દળો પ્રેક્ષક હોઈ શકે છે, પણ સહભાગી નહીં. ભારતને ભારતીયો જ ઓળખે છે અને તેઓ જ ર્નિણય કરશે. એક દેશ તરીકે એકજૂથ થવાની જરૂર છે.
પહેલા પણ ઠાકરેએ કહ્યું હતું કે, ક્રિકેટ સ્ટાર સચિન અને ગાયક કલાકાર લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. આ અભિયાનમાં સરકારે લતા મંગેશકર અને સચિન તેડુલકરને ઘસેડવાના નહોતા.
Recent Comments