અમરેલી

ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના બહુલક્ષી ઉદ્દેશ્ય સાથે કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રોડક્ટ્સનો સ્ટોલ

અમરેલી, તા.૨૧ મે, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૫) રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના બહુલક્ષી ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓ અમલી છે. જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન અને સૂચના અન્વયે જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રોડક્ટ્સનો સ્ટોલ લગાડવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને એ  વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ વધે તે માટે સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રોડક્ટ્સ ખરીદવા અનુરોધ કર્યો હતો.

Related Posts