fbpx
અમરેલી

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ તા.૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવી. સને ૨૦૨૪-૨૦૨૫ માટે અમરેલી જિલ્લાના ખેડુતોને ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપસેટ્સ, સોલાર પાવર યુનિટ-કિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને  રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો સહિતના સાધનોમાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતોએ સપ્ટેમ્બર-૨૦૨૪ની તા.૨૩ થી તા.૨૯ દરમિયાન આ અરજી કરવી. આ અંગેની વધુ વિગતો માટે સંબંધિત તાલુકા-ગામના વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts