રાષ્ટ્રીય

ખેલાડીઓની ચિંતા કરતા સ્પોર્ટ્સનું બજેટ 70 ટકા વધાર્યું છે, PM નરેન્દ્ર મોદી

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદઘાટન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્પોર્ટ્સ માં 70 ટકા બજેટ વધાર્યું છે.

ક્યારેય જીવનમાં શોર્ટ કટના લેવો, શોર્ટ કટ નો રસ્તો અલ્પજીવી હોય છે. સફળતાનો એક જ મંત્ર છે લોંગ ટર્મ પ્લાનિંગ અને કંટીન્યુ કમિટમેન્ટ, એક જીત ક્યારેય આપણો આખરી પડાવ હોઈ શકે નહીં.   દેશ પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ સામે રોકાયા વિના, થાક્યા વિના, આગળ વધી રહ્યો છે. આપણે બધાએ મળીને સતત પરિશ્રમ કરીને સતત આગળ વધવાનું છે.    સ્પોર્ટ્સ ની અંદર જીત મેળવવા માટે 360 ડિગ્રી કામ કરવાની આપણને જરૂર છે. પોતાની ટીમને પરફોર્મ કરી દેખાડવાની જરૂર છે. અહીં સારામાં સારા સ્પોર્ટ્સમેન ઉપસ્થિત છે. ક્રિકેટમાં કોઇ ટીમ બેટિંગ સારી કરે અને બોલીંગ સારી ના કરે તું જીતી નથી શકતી. ટીમનો એક ખેલાડી સારું પર્ફોર્મ કરે અને બાકી કોઈ ફેર ના કરે તો ટીમ જીતી શકતી નથી.  

 જીતવા માટે પૂરી ટીમને બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ માટે બધી જગ્યાએ સારું પરફોર્મન્સ કરવું પડે છે ભારતમાં ખેલને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે આજે 360 ડિગ્રી વિચારની જરૂર છે. એક સમયે આપણી યુવા પ્રતિભાવ દબાયેલી રહેતી હતી પરંતુ હવે તેમને મોકો મળી રહ્યો છે. અત્યારે  ખેલાડીઓની ચિંતા કરતા સ્પોર્ટ્સનું બજેટ 70 ટકા વધાર્યું છે.

Related Posts