fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં ૨૦૨૫થી H-1B વિઝા પ્રોગ્રામ બદલાશે, ૫ મોટા ફેરફાર થશે

અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. ૐ-૧મ્ મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ તરીકે ઓળખાતો આ ફેરફાર અમેરિકામાં કુશળ વિદેશી કામદારોની ભરતી કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે. આ ફેરફારો પાછળનું કારણ કંપનીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા, વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા અને નિયમોની સ્પષ્ટતા કરવાનો છે જેથી નોકરીદાતાઓ વિઝા પ્રક્રિયાને સરળતાથી સમજી શકે. ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ દ્વારા, અમેરિકન કંપનીઓ વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને હાયર કરે છે.

કંપનીઓએ વિદેશી કામદારોને સ્પોન્સર કરવાના હોય છે. આ કારણે જ નવા નિયમો બાદ ૐ-૧મ્ વિઝા માટે અરજી કરનાર કંપનીઓ/એમ્પ્લોયરે હવે ફોર્મ ૈં-૧૨૯નો ઉપયોગ કરવો પડશે. આ ફોર્મ ૧૭ જાન્યુઆરીથી ફરજિયાત રહેશે. કંપનીઓને નવા ફેરફારોથી વાકેફ કરવા માટે, ‘યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ’ એ તેની વેબસાઇટ પર તમામ ફેરફારો પ્રકાશિત કર્યા છે. વિઝા માટે અરજી કરતી વખતે, તે સાબિત કરવું પડશે કે વિદેશી કામદાર પાસે જે નોકરી માટે તેને રાખવામાં આવી રહ્યો છે તે કરવા માટે તેની પાસે જરૂરી ડિગ્રી છે. બિન-લાભકારી અને સરકારી સંશોધન સંસ્થાઓને ૐ-૧મ્ વિઝાની સંખ્યાની વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. તેમના માટે યોગ્યતાના માપદંડ પણ અપડેટ કરવામાં આવ્યા છે.વિઝા પ્રોગ્રામમાં ફેરફારનો સૌથી મોટો ફાયદો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને મળશે.

એફ-૧ વિઝા પર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને હવે વિઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.જાે કોઈ વ્યક્તિએ પહેલાથી જ ૐ-૧મ્ વિઝા મેળવ્યો હોય અને તે તેના માટે ફરીથી અરજી કરી રહ્યો હોય, તો ેંજીઝ્રૈંજી તેની અરજીને ઝડપથી મંજૂર કરશે. નવા નિયમો હેઠળ, ેંજીઝ્રૈંજી કંપનીઓની તપાસ કરી શકે છે કે ૐ-૧મ્ વિઝા મળ્યા પછી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ. હાલમાં અમેરિકામાં દર વર્ષે માત્ર ૬૫ હજાર ૐ-૧મ્ વિઝા આપવામાં આવે છે. આ સિવાય અમેરિકન સંસ્થાઓમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૨૦ હજાર વિઝા ઉપલબ્ધ છે. ૐ-૧મ્ વિઝામાં આ ફેરફારો એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે આ કાર્યક્રમને બંધ કરી દેવો જાેઈએ કારણ કે તેનાથી અમેરિકનોની નોકરીઓ મોંઘી થઈ રહી છે. જાે કે ટ્રમ્પ આ કાર્યક્રમના સમર્થનમાં ઉભા હોય તેવું લાગી રહ્યું છે.

Follow Me:

Related Posts