ખોખરામાં યુવતીની પાણીની ટાંકીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલી પ્રેમીની ધરપકડ કરાઈ છે. ખોખરા પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ઉઠાવી લાવી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છે કે જેને સાંભળીને લોકોના રુવાંટા ઉભા થઇ જાય છે. ત્રણ દિવસ પહેલા એક ટાંકીમાંથી અતિવિકૃત હાલતમાં મળેલી રેખાની લાશના ચકચારી કિસ્સામાં આવી જ એક પ્રેમકહાની છુપાયેલી છે.
એક કરતા વધુ પુરુષો સાથે સંબધ રાખીને પ્રેમી સાથે વિશ્વાસઘાત કરતા રેખાને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેખાની હત્યા કેસનો ભેદ ઉકેલી દેતા તેના પ્રેમી ઇરફાનને દબોચી લીધો છે. ઇરફાને પહેલા ક્રાઇમ બ્રાન્ચને ગોળગોળ ફેરવી હતી અને રેખાનો પ્રેમી બીજા હોવાનો ઘટકસ્ફોટ કર્યો હતો. જાેકે તેની આગવી રીતે પૂછપરછ કરતા તેને કબુલાત કરી લીધી હતી.
ખોખરામાં અનુપમ સિનેમાની સામે મોહન એસ્ટેટમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા બે ત્રણ દિવસથી દુર્ગધ મારતી હતી. જેથી ગારમેન્ટ કંપનીમાં કામ કરતો એક કર્મચારી ધાબા ઉપર જાેવા ગયો હતો. ધાબા ઉપર જતાની સાથે તેને લોહીની ધાર જાેઇ હતી જેથી તે બુમાબુમ કરતો કરતો નીચે આવી ગયો હતો.
એસ્ટેટમાં કામ કરતા કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. ખોખરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ધાબા ઉપર પહોંચીને જાેયુ તો પીવીસીની ટાંકી ઉંધી હતી અને તેના નીચેથી લોહીની ધાર નીકળતી હતી. પીવીસીની ટાંકી સીધી કરીને જાેયુ તો પોલીસ ચોકી ગઇ હતી. કારણ કે તેમા લોહીથી લથબથ હાલતમાં લાશ હતી. લાશને બહાર કાઢવી શક્ય નહી હોવાથી પોલીસ ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.
જેમાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને વૃક્ષ કાપવાના કટરથી ટાંકીને કાપી હતી અને લાશને બહાર કાઢી હતી. લાશ મહિલાની હતી જેથી પોલીસે પહેલા તેની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે આ લાશ અરાઇવાડી વિસ્તારમાં રહેતી રેખા જયેશભાઇ જાદવની હતી.
Recent Comments