ભાવનગર

ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ૨૭ ઓક્ટોમ્બરથી ૪ નવેમ્બર સુધી આયોજન

ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ૨૭ ઓક્ટોમ્બરથી ૪ નવેમ્બર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી વચનામૃત મહોત્સવનો શુભારંભ કરાવશે. મહોત્સવને લઈ હાલ ગઢડા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમનું ભવ્ય આયોજન ૨૦૦ વીઘા જમીનમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ નવેમ્બરના રોજ મહોત્સવમાં આવી શકે તેવી સંભાવનાઓ છે. હું ગઢડાનો અને ગઢડા મારું આ સૂત્ર ભગવાન સ્વામિનારાયણે આપ્યું હતું. જેઓ ૨૯ વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા અને પોતાની કર્મ ભુમી બનાવી હતી. તેમના ૨૬૨ વચનામૃતમાંથી ૧૮૪ વચનામૃત ગઢડા ખાતે લખવામાં આવ્યા હતા. જેને ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે ગઢડા ગોપીનાથીજી સ્વામિનારાયણ મંદિર દ્વારા ૨૭ ઓક્ટોમ્બરથી ૪ નવેમ્બર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

લક્ષ્મીવાડી ખાતે છેલ્લાં એક મહિનાથી તેની તડામાર ત્યારીઓ ચાલી રહી છે. ૨૦૦ વિધામાં આ મહોત્સવ ઉજવામાં આવશે. જેમાં રોજના ૧ લાખથી ૧.૫૦ લાખ હરિભક્તો આવાની સંભાવના છે. જેને લઈ તેમના માટે અહીંયા રસોઈ વિભાગની ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૯ દિવસ ચાલનારા આ મહોત્સવમાં સંપ્રદાયના વિદ્વાન સંતો વ્યાસાસને બિરાજી સંગીતની સુરાવલી સાથે વચનામૃત કથામૃતનું રસપાન કરાવશે. આ મહોત્સવ દરમિયાન વચનામૃત સુવર્ણતુલા, વચનામૃત રજતનુલા, વચનામૃત અભિષેક, મહાવિષ્ણુયાગ અને છપ્પનભોગ અન્નકુટ મહોત્સવ જેવા દર્શનીય યાદગાર અનેકવિધ પ્રસંગોની અલભ્ય ઝાંખી થશે. સાથે સાથે વિવિધ મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, ભવ્ય પ્રદર્શન, ગાદીવાળાના અધ્યક્ષપદે મહિલા ખેંચ, મહાવિષ્ણુયાગ અખંડ ધૂન, વચનામૃત પજ્ઞ, સંત સંમેલન તેમજ બાળનગરી, વિજ્ઞાન મેળો જેવા પાદગાર પ્રસંગો જીવનના સંભારણા બની રહેશે.

આ મહોત્સવમાં હરી સ્મૃતિ મંદિર સુવર્ણ શિખર, મુખ્ય જૂના મંદિરના કલાત્મક પ્રવેશ દ્વાર, પ્રાસાદિક નૂતન દરબાર ગઢ, નૂતન ગૌશાળા, નિજ મંદિર સુવર્ણ દ્વાર, નંદ સંતો સ્મૃતિ સ્મારક, માણકી ઘોડી સ્મારક, આઈકેર હોસ્પિટલ, પ્રેમાનંદ થાત્રિક ભુવન જેવા અનેકવિધ આયામો ખુલ્લા મુકવામાં આવશે. ૯ દિવસ સુધી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ૨૭ તારીખે બપોરે મંદિરથી શોભાયાત્રા નીકળશે અને ૪ વાગે રાજ્યના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. તેમજ આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુર્હ મત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી .આર.પાટીલ સહિત અને અનેક રાજકીય નેતાઓ હાજરી આપશે.

Related Posts